સુપ્રીમ કોર્ટે નોટબંધી પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને નોટીસ પાઠવી છે. 5 ન્યાયમૂર્તિની બંધારણીય પીઠે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 9 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. 9 સપ્ટેમ્બર સુધી કેન્દ્ર બેંક અને કેન્દ્ર સરકારને જવાબ આપવાનો છે કે 1000 અને 500 રૂપિયાની નોટ કેમ બંધ કરી. સુપ્રીમ કોર્ટે એફિડેવિટ આપીને જવાબ આપવા માટે કેન્દ્રીય બેંક અને કેન્દ્રીય સરકારને સૂચના આપી છે.
નોટબંધી સામેની અરજી તો 2016માં કરી દેવાઈ હતી
આ અરજી તો 16 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાં કરી દેવામાં આવી હતી. ત્યારે ન્યાયમૂર્તિઓની બંધારણીય પીઠ બની શકી ના હતી જેથી સુનાવણી નહોતી થઈ શકી. વિવેક શર્મા નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નોટબંધી સામે અરજી કરી હતી. ત્યાર બાદ 50થી વધુ અરજીઓ અલગ અલગ લોકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધી માત્ર 3 અરજી પર સુનાવણી થઈ હતી પરંતુ હવે આ તમામ અરજી પર એક સાથે સુનાવણી થશે. તમામ સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરની અધ્યક્ષતામાં થશે.
હજારો કરોડોની જૂની નોટનો RBI પાસે હિસાબ નથી
કેન્દ્રની મોદી સરકારે એ અનુમાન સાથે 500 અને 1 હજાર રૂપિયાની નોટ બંધ કરી હતી કે 3-4 લાખ કરોડ રૂપિયાનું કાળુનાણું બહાર આવશે. પરંતુ 2016ની નોટબંધીમાં 1.3 લાખ કરોડનું કાળુનાણું બહાર આવી શક્યું હતું. તમને એ વાતની ખબર હોવી જોઈ એ કે 500 અને 1000ની નોટ બંધ કાળુ નાણું પાછું આવ્યું કે નહીં પરંતુ 9.21 લાખ કરોડ રૂપિયા ગાયબ જરૂર થઈ ગયા હતા.