થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો હતો, ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યું ઉપરાંત એસબીઆઈ પાસેથી ચૂંટણી બોન્ડને લઈ ડેટા પણ મંગાવવામાં આવ્યા. ચૂંટણી બોન્ડની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એસબીઆઈની અનેક વખત ઝાટકણી કાઢી. કઈ કંપનીએ કેટલાના બોન્ડ ખરીદ્યા તે અંગેની જાણકારી આપવામાં આવી, કઈ પાર્ટીને કેટલા કરોડનું દાન મળ્યું તેની માહિતી આપવામાં આવી. પરંતુ બોન્ડ નંબર જાહેર કરવામાં ન આવ્યો હતો જેને લઈ સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. મોટી મોટી કંપનીઓએ કરોડોના બોન્ડ ખરીદ્યા છે પરંતુ એવી અનેક નાની કંપનીઓ છે જેનું ટોટલ કરીએ તો 100 કરોડ ઉપર થઈ જાય.



એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી પરંતુ...
ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી બોન્ડને કારણે પાર્ટીને ગુપ્ત દાન મળે છે. પૈસા મળી જાય પરંતુ કોણે આપ્યા તેની ખબર ના પડે.! ત્યારે ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો હતો કે સંપૂર્ણ માહિતી આપવામાં આવે. ડેટા આપવા માટે સમય આપવામાં આવે તે માટે અરજી કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તે અરજીને ફગાવી દીધી અને સમય મર્યાદાની અંદર ડેટા સબ્મીટ કરવામાં આદેશ આપ્યો હતો. તે બાદ જે ડેટા સામે આવ્યો તે આપણે જાણીએ છીએ.





કરોડોના બોન્ડ ખરીદ્યા છે અનેક કંપનીઓએ
આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે મોટી રકમ દાનમાં આપવાવાળા કંપની વિશે વાત કરતા હોઈએ છીએ પરંતુ અનેક વખત નાની રકમ દાન આપનારી કંપની વિશે નથી વાત કરતા. અનેક એવી કંપનીઓ છે જેણે 5 કરોડ કે તેથી વધારેનો બોન્ડ ખરીદ્યો છે. જોવામાં આ રકમ નાની લાગે પરંતુ જ્યારે આવી અનેક રકમ ભેગી થાય ત્યારે તે આંકડો 100 કરોડને પાર પહોંચી જાય. એવી 15 કંપની વિશે વાત કરીએ જેમણે મળીને 100 કરોડથી વધારેનો ચૂંટણી બોન્ડ ખરીદ્યો છે.
કોણે કેટલાના ખરીદ્યા બોન્ડ?
મીડિયા રિપોર્ટ અનુસાર લક્ષ્મી નિવાસ મિત્તલ દ્વારા 35 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા છે. લક્ષ્મીદાસ વલ્લભદાસ મર્ચેટે 25 કરોડના બોન્ડ ખરીદ્યા છે. તો રાહુલ ભાટિયાએ 20 કરોડના બોન્ડ ખરીદ્યા છે. ઈંદર ઠાકુરદાસ જયસિંઘાનીએ 14 કરોડના, જ્યારે રાજેશ મન્નાલાલ અગ્રવાલે 13 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. હરમેશ રાહુલ જોશી તેમજ રાહુલ જગન્નાથ જોશીએ કુલ મળીને 10-10 કરોડના બોન્ડ ખરીદ્યા છે. તે ઉપરાંત 6 કરોડના બોન્ડ કિરણ મજૂમદાર શો દ્વારા ખરીદવામાં આવ્યા છે. તે ઉપરાંત ઈંદ્રાણી પટનાયકે 5 કરોડના, સુધાકર કંચારલાએ 5 કરોડના જ્યારે અભ્રજીત મિત્રાએ 4.25 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. સરોજીત કુમારે 3.4 કરોડના, જ્યારે દિલીપ રમનલાલ ઠાકરએ 3 કરોડના બોન્ડ ખરીદ્યા છે. પ્રકાશ મેંગને 3 કરોડના જ્યારે નિર્મલ કુમાર બથવાલે 2 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે.