લઘુમતીઓની ઓળખ મામલે સુપ્રીમ કોર્ટની રાજ્યોને ફટકાર, જવાબ રજુ કરવા માટે આપી છેલ્લી તક


  • Published By :
  • Published Date : 2024-01-12 21:25:11

લઘુમતીઓની ઓળખ જિલ્લા સ્તરે જ કરવા સંબંધિત અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોને આ મામલે જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક રાજ્યોએ હજુ સુધી આ મામલે પોતાનો જવાબ દાખલ કર્યો નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્યોને છેલ્લી તક આપી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારને લઘુમતી શબ્દની વ્યાખ્યા કરવાનો નિર્દેશ આપવામાં આવે અને જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચ સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. આ દરમિયાન જસ્ટિસ ખન્નાએ કહ્યું કે રાજ્યોને ડેટા રજૂ કરવાની છેલ્લી તક આપવામાં આવે છે, જો આમ નહીં કરવામાં આવે તો અમે દંડ ફટકારીશું.


કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ


સુપ્રીમ કોર્ટે રાજ્ય સ્તરે હિંદુઓ અને અન્ય લઘુમતીઓની ઓળખ સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિનામાં અલગ-અલગ સ્ટેન્ડ લેવા અંગે છેલ્લી સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યું હતું કે જ્યાં હિંદુ, જૈન અને અન્ય સમુદાયોની સંખ્યા ઓછી છે તેવા રાજ્યોને લઘુમતીનો દરજ્જો આપવો કે નહીં તે નક્કી કરવાનું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું છે. પરંતુ બાદમાં કેન્દ્ર સરકારે તેના નવા સોગંદનામામાં કહ્યું હતું કે કેન્દ્રને લઘુમતીઓને સુચીબધ્ધ આપવાનો અધિકાર છે.


શું છે દેવકીનંદન ઠાકુરની અરજી?


રાષ્ટ્રીય લઘુમતી આયોગ (NCM) કાયદાની જોગવાઈને પડકારતી નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં કેન્દ્ર સરકારને લઘુમતીઓની વ્યાખ્યા કરવા માટે જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા માટે સૂચના જારી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. મથુરાના રહેવાસી દેવકીનંદન ઠાકુરે દાખલ કરેલી અરજીમાં લઘુમતી સમુદાયને લઈને સરકાર દ્વારા 23 ઓક્ટોબર, 1993ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને મનસ્વી અને અતાર્કિક ગણાવવામાં આવ્યું છે અને તે બંધારણની કલમ 14, 15, 21, 29 અને 31ની વિરુદ્ધ છે.


એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અગાઉની અરજી શું છે?


સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશભરના 9 રાજ્યોમાં હિંદુઓ લઘુમતી છે પરંતુ તેઓ લઘુમતી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે 1992ના લઘુમતી આયોગ અધિનિયમ અને 2004ના લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ અધિનિયમની બંધારણીય માન્યતાને પડકારી છે. અરજદારનું કહેવું છે કે બંધારણની કલમ 14 દરેકને સમાન અધિકાર આપે છે અને કલમ 15 ભેદભાવને પ્રતિબંધિત કરે છે. પિટિશનમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે જો કાયદાને યથાવત રાખવામાં આવે તો જે નવ રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે તેમને રાજ્ય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવામાં આવે જેથી તેમને લઘુમતીનો લાભ મળે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?