BBC પર પ્રતિબંધની અરજી સુપ્રીમે ફગાવી, "કોર્ટ સેન્સરશિપ લગાવી ન શકે, સમય ન બગાડો"


  • Published By :
  • Published Date : 2023-02-10 20:04:08

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. હિન્દુ સેનાની PILમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, હિંદુ સેનાએ 2002ના ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રી “ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”ના પ્રસારણનો વિરોધ કર્યો હતો.


સુપ્રીમે તમામ દલીલો ફગાવી


જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની બેન્ચે કહ્યું હતું કે અરજી ખોટી છે અને કોર્ટ સેન્સરશિપ લાદી શકે નહીં. બેન્ચે અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પિંકી આનંદને કહ્યું, "આ સંપૂર્ણપણે ખોટું છે. આ દલીલ કેવી રીતે કરી શકાય? તમે ઇચ્છો છો કે અમે સંપૂર્ણ સેન્સરશિપ લાદીએ... આ કેવા પ્રકારની માંગ છે? પિંકી આનંદે અરજદારને સાંભળવાની વિનંતી કરી હતી.


'અમારો સમય બગાડો નહીં'


હિંદુ સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહેલા વકીલ પિંકી આનંદની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું, “ચાલો હવે વધુ સમય બગાડશો નહીં. PIL સંપૂર્ણપણે ખોટી છે, તેની કોઈ યોગ્યતા નથી અને તેને ફગાવી દેવામાં આવે છે."


BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગનો આરોપ


સુપ્રીમ કોર્ટમાં BBC પર પ્રતિબંધની માંગ દક્ષિણપંથી સંગઠન હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા અને ખેડૂત બિરેન્દર કુમાર સિંહે કરી હતી. અરજીકર્તાઓએ BBC પર ભારત વિરોધી રિપોર્ટિંગ કરવાનો આરોપ લગાવીને તેની તપાસની માંગ કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?