NEETની પરીક્ષાને લઈ Supreme Courtમાં સુનાવણી, NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટે કર્યો ઇનકાર...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-11 13:33:09

વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે ત્યારે તેમના અનેક સપનાઓ હોય છે.. મોટા થઈને એન્જિનિયર બનીશું, મોટા થઈ ડોક્ટર બનીશું વગેરે વગેરે.. પરંતુ જ્યારે પેપર લીક થાય છે, પરીક્ષામાં ગેરરીતિ થાય છે ત્યારે તે સપનાઓ પર પાણી ફરી જતું હોય છે.. છેલ્લા થોડા સમયથી નીટ ચર્ચામાં થાય છે. નીટ-યુજી 2024ના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નીટના પ્રવેશમાં ગડબડી થવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એટલે કે NTAને  નોટિસ આપી છે અને જવાબ માંગ્યો છે. 

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો આ મામલો 

નીટની પરીક્ષા છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે.. પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈ નારાજગી જોવા મળી રહી છે.. નીટની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી અને આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી.. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એનટીએ પાસેથી જવાબ માગ્યો છે આ મામલે.. એનટીએને નોટિસ પાઠવવામાં આવી છે. નીટની પરીક્ષાને રદ્દ કરવામાં આવે તેમજ કાઉન્સિલિંગ પર રોક લગાવવામાં આવે તેવી દલીલ સુપ્રીમ કોર્ટમાં કરવામા આવી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ દલીલ તો સુપ્રીમ કોર્ટે ફગાવી પરંતુ એનટીએને નોટિસ જારી કરી જવાબ માગ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 8 જુલાઈએ હાથ ધરવામાં આવશે.


પ્રિયંકા ગાંધીએ આ મામલે આપી પ્રતિક્રિયા

મહત્વનું છે કે નીટની પરીક્ષાને લઈ રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.. જયરામ રમેશ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરી છે. પ્રિયંકા ગાંધીએ પરીક્ષાર્થીનો વીડિયો મૂક્યો છે. ઉપર લખ્યું છે 

NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।


क्या परीक्षा कराने वाली एजेंसियों की जवाबदेही तय नहीं होनी चाहिए? क्या सरकार को लापरवाही वाला रवैया छोड़ परीक्षा प्रणाली पर गंभीरता से विचार नहीं करना चाहिए?


हम अपने युवा साथियों के सपनों को यूँ बिखरते हुए नहीं देख सकते। उनकी मेहनत के साथ सिस्टम द्वारा किया जा रहा ये अन्याय रुकना चाहिए।


सरकार को गंभीरता से इन गड़बड़ियों को सुधारने के लिए कदम उठाने होंगे।



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?