નફરતભર્યા ભાષણોથી દેશનું વાતાવરણ બગડી રહ્યું છે, તેને રોકવાની જરૂર: સુપ્રીમ કોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:11:27

હેટ સ્પીચ પર લગામ લગાવવાને લઈ સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નફરત ફેલાવનારા ભાષણો સામે સરકારે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટની બેંચે એક અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે સરકાર હેટ સ્પિચ ફેલાવાને રોકવામાં તદ્દન નિષ્ફળ રહી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટની બેંચ દેશમાં લઘુમતી સમુદાયો વિરુદ્ધ વધી રહેલા ભડકાઉ ભાષણો અંગેની અરજી પર સુનાવણી કરી રહી હતી.


અરજદારે સુપ્રીમ કોર્ટ નિર્દેશો આપવા કરી હતી અપીલ 


અરજદાર હરપ્રીત મનસુખાનીએ  નફરતભર્યા ભાષણો અંગે નિર્દેશો આપવા સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. આ પ્રકારની ઘટનાઓને રોકવામાં હવે ઘણું મોડું થઈ ગયું છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપવા જરૂરી છે. કારણ કે દરેક વખતે ક્યાંકને ક્યાંક અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે. કોર્ટે કહ્યું કે, અરજદાર એક કે બે કેસ પર ફોકસ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે, ‘આ ખૂબ જ મનસ્વી અરજી છે. તેમાં 58 ઘટનાઓનો ઉલ્લેખ છે, જેમાં કોઈએ નફરતભર્યા ભાષણો આપ્યા હતા.' કોર્ટે કહ્યું કે, તેમને માલુમ નથી કે ગુનાની વિગતો શું છે, તેની સ્થિતિ શું છે. આમાં કોણ કોણ સામેલ છે અને કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં. 


સુપ્રીમ કોર્ટે માંગી હતી વિગતો


અરજદાર હરપ્રીત મનસુખાનીએ કહ્યું કે, અભદ્ર નિવેદનો કમાનમાંથી નીકળતા તીર જેવા હોય છે, જેને ક્યારેય પાછા ખેંચી શકાતા નથી. ખંડપીઠે કેટલાક તાત્કાલિક ઉદાહરણની માંગ કરતા કહ્યું કે, આ કિસ્સામાં જ્યાં સુધી કોઈ ઘટનાની વિગતો આપવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ સંજ્ઞાન લઈ શકે નહીં. કારણ કે કેસની સંજ્ઞાન લેવા માટે હકીકતલક્ષી આધાર હોવો જરૂરી છે. ખંડપીઠે અરજદાર હરપ્રીત મનસુખાનીને પસંદગીની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો.


નફરતભર્યા ભાષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવતા અરજદારને કહ્યું કે, તેઓ તપાસ દરમિયાન લેવામાં આવેલા પગલાં સહિત તમામ ચોક્કસ ઘટનાઓની વિગતો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “કદાચ તમારું આ કહેવું સાચું છે કે નફરતભર્યા ભાષણો (Hate Speech)ને કારણે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે અને તમારી પાસે એ કહેવા માટે યોગ્ય આધાર છે કે તેના પર અંકુશ લગાવવાની જરૂર છે.” જોકે, ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસઆર ભટની ખંડપીઠે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ મામલાની સંજ્ઞાન લેવા માટે એક હકીકતલક્ષી આધાર હોવો જોઈએ. 


આગામી સુનાવણી 1 નવેમ્બરે કરાશે


ખંડપીઠે કહ્યું કે, આ સોગંદનામામાં કયા ગુનાને લઈને સવાલો પૂછવામાં આવ્યા છે, તેની વિગતો આપવાની સાથે તપાસ દરમિયાન કોઈ પગલું ભર્યું હોય તો તેના વિશે પણ જણાવો. કોર્ટે આ મામલે એફિડેવિટ દાખલ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 1 નવેમ્બરે થશે. અરજદારે લઘુમતી સમુદાયને ટાર્ગેટ કરવા માટે આપવામાં આવેલા નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ દિવસોમાં આવા ભાષણો “નફો કમાવવાનો વ્યવસાય” બની ગયા છે.


સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર પાસેથી જવાબ માંગ્યો 


એક અલગ કેસમાં, સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તરાખંડ અને દિલ્હી સરકારો પાસેથી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત ધર્મ સંસદમાં દ્વેષપૂર્ણ ભાષણ આપનારાઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ માંગ્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?