સુપ્રીમ કોર્ટે તીસ્તા તેસલવાડના વચગાળાના જામીન મંજૂરી આપી દીધી છે. 2002ના ગોધરા કાંડ બાદની ઘટનાના દસ્તાવેજો સાથે છેડછાડ કરવા બદલ તીસ્તા સેતલવાડ સહિત IPS કક્ષાના પોલીસ અધિકારીઓ પર ગુજરાત પોલીસે ફરિયાદ નોંધી હતી. ગોધરા કાંડના દસ્તાવેજો સાથે છેડછાડ કરી રજૂ કરવાનો આક્ષેપ તીસ્તા સેતલવાડ અને આઈપીએસ અધિકારી પર લગાવ્યો હતો. જે મામલે તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ધરપકડ કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટે શું સ્પષ્ટતા કરી?
તીસ્તા સેતલવાડની નિયમિત જામીન માગણીની અરજી હજુ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેમણે આ મામલે માત્ર વચગાળાના જામીન મામલે નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે ગુજરાત હાઈકોર્ટને અમારા નિર્ણયને ધ્યાનમાં ન લઈ સમગ્ર મામલે મામલે સ્વતંત્રતાથી નિર્ણય લેવા માટે છૂટ છે. ગુજરાત હાઈકોર્ટમાં તીસ્તા સેતલવાડના જામીન મામલે 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે તપાસ એજન્સીની તપાસ પૂર્ણ થઈ ગઈ છે જેથી તીસ્તાને જામીન મળવા જોઈએ.
તીસ્તા સેતલવાડ મામલે સુપ્રીમ કોર્ટે શું સ્પષ્ટતા કરવી પડી?
તીસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં જામીન આપવા માટે અરજી કરી છે પરંતુ મામલે 19 સપ્ટેમ્બરના રોજ સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તીસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિ યુયુ લલીત, રવિન્દ્ર ભટ્ટ અને સુધાંશુ ધુલિયાની ન્યાય પીઠે તીસ્તા સેતલવાડ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપવાનો નિર્ણય લીધો હતો.
કોણ છે તીસ્તા સેતલવાડ?
60 વર્ષીય તીસ્તા સેતલવાડ મુંબઈથી સંબંધ ધરાવે છે. તીસ્તા સામાજિક કાર્યકર અને પત્રકાર પણ છે. 2002 બાદના દંગામાં જાકિયા જાફરીના સાંસદ પતિનું નિધન થયું હતું. જે મામલે તીસ્તા સેતલવાડે ઉઠાવ્યો હતો. પોલીસ સાથે મળી દસ્તાવેજોમાં છેડછાડ કરવા માટે અમદાવાદ પોલીસ મથકમાં તીસ્તા સેતલવાડ સામે ગુનો નોંધાયો હતો અને ગુજરાત પોલીસે તીસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી.