સુપ્રીમ કોર્ટે 2002 ગોધરા કાંડના એક આરોપી ફારૂખને જામીન આપ્યા છે. ગોધરા ટ્રેનના કોચને સળગાવાની સજા તે ભોગવી રહ્યા હતા. આજીવન કેદની સજા તે ભોગવી રહ્યા હતા. છેલ્લા 17 વર્ષથી તે આ ઘટનાને લઈ સજા ભોગવી રહ્યા હતા. 2018માં જામીન માટે આરોપી ફારૂખે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડીંગ હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈ સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આજે ફારૂખને જામીન આપ્યા છે.
પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો
સુપ્રીમ કોર્ટે એ જોઈને આરોપીને જામીન આપ્યા હતા કે તે છેલ્લા 17 વર્ષથી સજા ભોગવી રહ્યા છે કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા સમક્ષ જામીનને લઈ અરજી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી હાજર રેહલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આ ઘટનામાં મહિલા, બાળકો સહિત 59 લોકો મોતને ભેટ્યા હતા,. ઉપરાંત તેમણે કહ્યું કે પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુન્હો છે. મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
લાંબો સમય જેલમાં વિતાવ્યો છે
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરમારો કર્યો હતો. લાંબો સમય ફારૂખે જેલમાં વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન આપી છોડી દેવામાં આવે છે. આને ધ્યાનમાં રાખી જ ફારૂખને જામીન આપવામાં આવી રહ્યા છે. આ મામલામાં ઘણા દોષિતોની સજા વિરૂદ્ધની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.