સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિયુક્તિ થઈ ગઈ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે જજોને શપથ લેવડાવી હતી. અદાલતમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 32 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં સ્વીકૃત ન્યાયાધીશોની સંખ્યા 34 થઈ ગઈ છે. રાજસ્થાન, પટના અને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયોના ત્રણ મુખ્ય જજ પંકજ મિત્તલ, સંજય કરોલ અને પીવી સંજય કુમારે શપથ ગ્રહણ કર્યા છે.
પાંચ જજોએ કર્યા શપથ ગ્રહણ
સોમવારના રોજ સુપ્રીમ કોર્ટને નવા પાંચ ન્યાયાધીશ મળી ગયા છે. સવારના સમયે તમામ પાંચ જજોને ભારતના મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે પંકજ મિતલ, સંજય કરોલ અને જસ્ટિસ પીવી સંજય કુમારે શપથ લીધી છે. તે સિવાય બે જજસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, જસ્ટિસ મનોજ મિશ્રાના નામનો પણ સમાવેશ થયો છે. આની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 32 થઈ ગઈ છે.