સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત! મેડિકલ આધાર પર દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રીને આપ્યા વચગાળાના જામીન!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-26 14:06:56

સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. કોર્ટે સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલવાસો ભોગવી રહ્યા છે. ખરાબ તબિયતને કારણે સારવાર માટે જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે અનેક દિવસોથી તેમની તબિયત ખરાબ છે. 25 મેના રોજ ચક્કર ખઈ જેલના બાથરૂમમાં પડી ગયા હતા જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ શકે છે પરંતુ સત્યેન્દ્ર જૈન દિલ્હીની બહાર નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજૂર!       

ઘણા સમયથી જેલની સજા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય અનેક વખત તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મેડિકલ આધાર પર જામીન આપ્યા છે. શરતોને આધીન તેમને વચગાળાના જામીન અપાયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ દરમિયાન પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. દિલ્હીની બહાર સત્યૈન્દ્ર જૈન જઈ શકશે. 10 જુલાઈએ હેલ્થ રિપોર્ટ જમા કરવા આદેશ કરવામાં આવ્યો છે. 11 જુલાઈ સુધી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 

બાથરૂમમાં સત્યેન્દ્ર જૈન થયા હતા સ્લીપ!  

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર સત્યેન્દ્ર જૈન લઈ શકશે. પરંતુ આ દરમિયાન સત્યેન્દ્ર જૈન આ મામલે મીડિયા સાથે વાતચીત કરી નહીં શકે. કોર્ટની પરમિશન વગર દિલ્હીની બહાર તેઓ જઈ શકશે નહી. મહત્વનું છે કે ગઈકાલે જેલના બાથરૂમમાં લપસીને પડી ગયા હતા. જેને લઈ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 31 મે 2022થી તે સજા ભોગવી રહ્યા છે. આ પહેલા પણ દિલ્હી હાઈકોર્ટે જામીનની અરજી ફગાવી દીધી હતી.      



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..