Supreme Courtએ Delhiના CM Arvind Kejriwalને આપ્યા જામીન પરંતુ આ શરતો સાથે...


  • Published By :
  • Published Date : 2024-09-13 11:58:39

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે.. કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને હવે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થઈ ગયા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ બહાર તો આવશે પણ કેટલીક શરતો સાથે.. 

અનેક શરતો પર મળ્યા જામીન

વિગતવાર વાત કરીએ તો CBIએ 26 જૂને કથિત દારૂ નીતિ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 177 દિવસો સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે જામીન 4 શરતો પર આપી છે. પહેલી શરત અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં. ઉપરાંત કેસ સંબંધિત કોઈ જાહેર ચર્ચા નહીં કરી શકે. તે સિવાય તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.



સીબીઆઈ કેસમાં મળ્યા જામીન 

જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે. જોકે બે તપાસ એજન્સીઑએ  કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. એક ED અને એક CBI.ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. અને કેજરીવાલને આજે CBI કેસમાં જામીન મળી ગયા છે એટલે હવે એ બહાર આવશે . 



21 માર્ચે ઈડીએ કરી હતી ધરપકડ

આખા ટાઈમલાઈનની વાત કરીએ તો કેજરીવાલની ધરપકડ 21 માર્ચે ED દ્વારા કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેમને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવાયા હતા. 10 મેના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરાયા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.


વચગાળાના જામીન મળ્યા હતા અરવિંદ કેજરીવાલને

 કેજરીવાલ આજે 13મી સપ્ટેમ્બરે જેલ મુક્ત થયા છે. તો તેઓ કુલ 177 દિવસ જેલમાં હશે. જેમાંથી તે 21 દિવસ માટે વચગાળાના જામીન પર રહ્યો હતો. એટલે કે કેજરીવાલે અત્યાર સુધીમાં કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા છે. તો આજે એ બહાર આવે એ પહેલા જ આપના નેતાઓમાં જોશ છે અને અનેક નિવેદનો સામે આવ્યા જેમાં નેતાઓ ભાજપ પર પ્રહાર કરે છે કે કેમ તે જોવું રહ્યું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે