સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવી જોઈએ તેવી માગ કરતી એક અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. પાંચ જજોની બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ ચૂંટણી કમિશનરોની નિમણૂંક કરવામાં આવશે. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવશે. આ પહેલા માત્ર સરકાર જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક કરતી હતી.
The Constitution Bench of Supreme Court starts pronouncing the judgement on petitions seeking reform in the process for the appointment of members of the Election Commission of India.
— ANI (@ANI) March 2, 2023
Judgment being pronounced by a 5-judge bench headed by Justice K.M. Joseph. pic.twitter.com/Th2plMoESH
સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કેન્દ્ર સરકારે અરુણ ગોયલની પસંદગી કરી હતી. અરૂણ ગોયલે 18 નવેમ્બરના રોજ ઉદ્યોગ સચિવ પદ પરથી વીઆરએસ લીધું હતું. પોતાના પદ ઉપરથી તેઓ 21 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમણે વીઆરએસ લઈ લીધું. અને 19 નવેમ્બરના રોજ તેમની નિયુક્તિ ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી હતી. આ નિયુક્તિ પર પ્રશ્ન ઉઠાવતા એડવોકેટ પ્રશાંત ભૂષણે એક અરજી દાખલ કરી હતી જેમાં આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. મંગળવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ગુરૂવારે સુનાવણીનો ત્રીજો દિવસ છે. ઉપરાંત એક અરજી એવી પણ કરવામાં આવી હતી જેમાં માગ કરવામાં આવી હતી કે ચૂંટણી આયોગના સભ્યોની નિયુક્તિ કોલેજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે મહત્વના અવલોકન કર્યા હતા.
રાષ્ટ્રપતિ લગાવશે નામ પર અંતિમ મોહર
સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી ચૂંટણીની અપોઈન્ટમેન્ટની ફાઈલ માગી હતી. જેને બાદ કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલની એપોઈન્મેન્ટની ઓરિજિનલ ફાઈલ સુપ્રીમ કોર્ટને સોંપી છે. આ અંગે ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈ તેમની નિમણૂંક કરશે. આ અગાઉ કેન્દ્ર સરકાર જ તેમની પસંદગી કરતી હતી. આ કમિટી રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે અને આ અંગે રાષ્ટ્રપતિ અંતિમ નિર્ણય લેશે. વધુમાં કોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી આ પ્રકિયા અમલમાં રહેશે.