Supreme Courtએ વોટના બદલામાં નોટ કેસમાં આપ્યો મોટો ચૂકદો, કોર્ટના નિર્ણય બાદ સાંસદ-ધારાસભ્યને નહીં મળે રક્ષણ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-04 12:23:39

સુપ્રીમ કોર્ટ દ્વારા એવા ચૂકાદા આપવામાં આવી રહ્યા છે જેને ઐતિહાસિક ગણવામાં આવે છે. થોડા સમય પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો ત્યારે આજે ફરી એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વોટની બદલીમાં નોટ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. પોતે લીધા નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે પહેલા ના નિર્ણયથી અમે સહેમત નથી. પોતાના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી બચી શકે નહીં. કોર્ટે કહ્યું કે લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના આગળના ચૂકાદાને ફગાવી દીધો!

જો પૈસા લઈને સાંસદ અથવા ધારાસભ્ય ભાષણ આપે છે અથવા તો મત આપે છે તો સાંસદ અથવા તો ધારાસભ્ય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આપવામાં આવ્યો છે. જો ધારાસભ્ય અથવા તો સાંસદ લાંચની બદલીમાં ,પૈસાની બદલીમાં વિધાનસભામાં મત મેળવે છે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે, તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સી.જે.આઈ સહિત સાત જજોની બેન્ચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કેસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે તેના 1998 ના નરસિમ્હા રાવના ચુકાદાને ફગાવી દીધો છે. સાંસદો અને ધારાસભ્યોને કાનૂની રક્ષણ આપવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કર્યો છે. ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું કે લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં. 


ચૂકાદો આપતા શું કહ્યું સી.જે.આઈએ? 

દેશની સર્વોચ્ચ અદાલતે વર્ષ 1998માં લીધેલા પોતાના નિર્ણયને બદલી દીધો છે. 1998માં પાંચ જજોની બેન્ચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધારાસભ્ય અથવા સાંસદ પર કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે પહેલા લીધેલા નિર્ણયને ફગાવી દીધો છે અને નવો નિર્ણય સંભળાવ્યો છે. નવા નિર્ણય અંતર્ગત હવે પૈસા લઈને ભાષણ અથવા તો મત આપશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સીજેઆઈએ કહ્યું કે વિધાનસભાના સભ્ય દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર અથવા લાંચ જાહેર જીવનમાં પ્રામાણિક્તા નષ્ટ કરે છે. ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ કરે છે.    

  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...