EDના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન નહીં આપવાના નિર્દેશ છતાં તેમનો કાર્યકાળ ત્રીજી વખત વધારવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું કોઈ વ્યક્તિ એટલી જરૂરી બની જાય છે કે તેમના વગર કામ જ ન થઈ શકે? સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારે તે સવાલ પણ કર્યો કે શું ઈડીમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે તેમની જવાબદારી નિભાવી શકે?
“Can one person be so indispensable?" SC questions Centre’s 3rd service extension to ED Director Sanjay Mishra.
Exactly my question, MiLords! Am petitioner in this case.#ThisIsntBJP’sFeifdomhttps://t.co/BnaAgCo4pe
— Mahua Moitra (@MahuaMoitra) May 3, 2023
સોલિસિટર જનરલે સરકારના પક્ષમાં કરી દલીલો
“Can one person be so indispensable?" SC questions Centre’s 3rd service extension to ED Director Sanjay Mishra.
Exactly my question, MiLords! Am petitioner in this case.#ThisIsntBJP’sFeifdomhttps://t.co/BnaAgCo4pe
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઈ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંજય કરોલની બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. તેમણે કહ્યું કે સંજય કુમાર મિશ્રાનું એક્સટેન્શન વહીવટી કારણોથી ખુબ જ જરૂરી છે, તે ઉપરાંત તેઓ મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ (FATF)ના જોખમનો સામનો કરવા માટે દેશમાં લેવામાં આવેલા પગલાંની તપાસ કરવાના છે. તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે એવું નથી કે સરકાર કોઈ ચોક્કસ અધિકારીને ખૂબ પસંદ કરે છે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે આ પોસ્ટ પર મિશ્રા જેવા ‘અનુભવી વ્યક્તિ’ની જરૂર છે.આ દલીલ સાંભળીને બેંચે સોલિસિટર જનરલને સવાલ કર્યો કે શું તમારા હિસાબે ઈડીમાં કોઈ અન્ય યોગ્ય વ્યક્તિ નથી? એજન્સીનું 2023 બાદ શું થશે, જ્યારે તે નિવૃત થશે?
એક્સટેન્શનને સુપ્રીમમાં પડકારાયું
સુપ્રીમ કોર્ટ સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન આપવાને પડકારતી અરજીની સુનાવણી કરી રહી છે. વર્ષ 2021ના એક આદેશ મુજબ વર્ષ 1984ના આઈઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાને નવેમ્બર 2021 બાદ તેમને વધુ એક્સટેન્શન આપવામાં આવશે નહીં. જો કે તેમ છતાં મિશ્રાને વધુ બે વર્ષ માટે ઈડીના ડાઈરેક્ટર બનાવવામાં આવ્યા હતા. સરકારે 15 નવેમ્બર 2021માં સીવીસી એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટમાં ફેરફાર કરીને તેમનો કાર્યકાળ વધારી દીધો હતો. મોદી સરકારના આ સુધારા સામે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જયા ઠાકુર અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી.