સુપ્રીમ કોર્ટે મંગળવારે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ગેર-કાનુની ગણાવ્યો છે. જો કે કોર્ટના આ દેશ છતાં પણ સંજય મિશ્રા 31 જુલાઈ સુધી પદ પર રહેશે. આ સમયગાળા દરમિયાન સરકારે નવા ED ચીફની નિમણૂક કરવી પડશે.
કેન્દ્ર સરકારે 3 વખત વધાર્યો હતો કાર્યકાળ
કેન્દ્ર સરકારે સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રણ વખત વધાર્યો હતો. આ પહેલા સંજય મિશ્રા 18 નવેમ્બરે નિવૃત થવાના હતા. જો કે કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા તેમનો કાર્યકાળ સતત ત્રીજી વખત વધાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કહ્યું હતું કે બીજી વખત સંજય મિશ્રાનો કાર્યકાળ વધારવામાં ન આવે.
કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કરી આ દલીલ
ઈડી ચીફ સંજય મિશ્રાને પદ પર જાળવી રાખવા કેન્દ્ર સરકાર સતત તેમનો બચાવ કરતી હતી. કેન્દ્ર સરકારે સંજય મિશ્રાને મામલે સુપ્રીમ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે સંજય મિશ્રાનું સ્થાન લઈ શકે તેવો કોઈ અધિકારી હાલ નથી. તેઓ હાલ મની લોન્ડ્રિગના અનેક કેસ જોઈ રહ્યા છે. આ સ્થિતીમાં નવી નિમણૂક માટે થોડો વધુ સમય જોઈએ છે.
Victory in my plea in SC against extension of ED Director. Thank you SC for ruling extension invalid.
BJP - we shall fight you in the polls, we shall fight you in the courts. we shall fight in the fields & in the streets, we shall never surrender.
— Mahua Moitra (@MahuaMoitra) July 11, 2023
કોણે કરી હતી અરજી?
Victory in my plea in SC against extension of ED Director. Thank you SC for ruling extension invalid.
BJP - we shall fight you in the polls, we shall fight you in the courts. we shall fight in the fields & in the streets, we shall never surrender.
EDના ડાઈરેક્ટર સંજય મિશ્રાને સરકાર તરફથી મળેલા એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટે ગેરકાનુની ગણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે વર્ષ 2021માં એનજીઓ કોમન કોઝના કેસમાં જે ચુકાદો આપ્યો હતો તેની આ કેસમાં અવગણના થઈ છે. સંજય મિશ્રા મામલે કોમન કોઝ ઉપરાંત કોંગ્રેસના નેતા જયા ઠાકુર, રણદીપ સુરજેવાલાસ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા, સાકેત ગોખલે પણ તેમની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.