લ્યો બોલો, સુપ્રીમ કોર્ટે કુતરા કરડવાથી કેટલા લોકોના મોત થયા તે અંગે માંગ્યો રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:35:46

દેશમાં કૂતરા કરડવાથી થતા મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે એનિમલ વેલ્ફેર બોર્ડને છેલ્લા 7 વર્ષમાં કૂતરા કરડવાથી થયેલા મૃત્યુનો ડેટા રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે તેને રોકવા માટે લીધેલા પગલાનો હિસાબ પણ માંગ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે કેટલા રાજ્યોમાં કૂતરા કરડવાથી લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શું આ માટે ગાઈડલાઈન્સ ઘડવાની જરૂર છે.


કોર્ટે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી


સુપ્રીમ કોર્ટે આ વર્ષે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે કેરળમાં આ વર્ષે આવા કેસમાં વધારો થયો છે. આપણે બધા કૂતરાઓને પ્રેમ કરીએ છીએ પરંતુ જો રખડતા કૂતરાના કરડવાથી સમસ્યા સર્જાય તો આપણે તેનો ઉકેલ શોધવાની જરૂર છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જેઓ રખડતા કૂતરાઓને ખવડાવતા હોય છે, તે લોકો પર રસીકરણ અને સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કૂતરા કરડવાની સમસ્યા હવે સમગ્ર દેશ માટે સમસ્યા બની ગઈ છે. આપણે આ સમસ્યાનો રાજ્યવાર ઉકેલ શોધવો પડશે. આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ અવલોકન કર્યું કે તે પ્રદેશ સંબંધિત સમસ્યા હોઈ શકે છે પરંતુ મુંબઈ અને હિમાચલ પ્રદેશની સ્થિતિ કેરળથી સંપૂર્ણપણે અલગ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?