મોદી સરકારે 8 નવેમ્બર 2016એ અચાનક દેશમાં નોટબંધી લાગુ કરી દીધી હતી. કેન્દ્ર સરકારે એકી ઝાટકે ર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મુકતા લોકોની હાલત કફોડી થઈ હતી. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણયને નવેમ્બર 2016ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુદાદો આપી કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. આ સાથે જ કેન્દ્રની મોદી સરકારે રાહતનો શ્વાસ લીધો છે.
પાંચ જજની બેન્ચે આપ્યો ચુકાદો
સુપ્રીમ કોર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર 2016ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને નોટબંધીને યોગ્ય જાહેર કરી છે. સરકારના આ પગલાંથી રાતોરાત 10 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય સંભળાવનારી બેંચમાં જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એ.એસ.બોપન્ના, જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યન, અને જસ્ટિસ બી.વી. નાગરત્ના સામેલ છે.
કેન્દ્ર સરકારના નિર્ણયને કોણે પડકાર્યો?
આ કેસમાં અરજદારો દલીલ કરે હતી કે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ 26(2) સરકારને ચોક્કસ મૂલ્યની ચલણી નોટોને સંપૂર્ણપણે રદ કરવા માટે અધિકૃત કરતી નથી. કલમ 26(2) કેન્દ્રને ચોક્કસ શ્રેણીની ચલણી નોટો રદ કરવાની સત્તા આપે છે અને સમગ્ર ચલણી નોટોને નહીં. જો કે નોટબંધીના નિર્ણયને પડકારતી તમામ 58 અરજી અમાન્ય ઠેરવવામાં આવી હતી. નોટબંધીનો નિર્ણય સાચો છે કે ખોટો આ મુ્દે સુપ્રીમ કોર્ટમાં દલીલો થઈ હતી જેમાં એક પક્ષકાર તરીકે સુપ્રીમ કોર્ટ અને આરબીઆઈ પણ હતી. સુપ્રીમ કોર્ટના 5 જજોની બેન્ચ આ અંગે પોતાનો નિર્ણય આપ્યો હતો અને કહ્યું હતું કે સરકારે નોટબંધી કરી તે પગલું યોગ્ય હતું.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં શું દલીલ કરી?
સુપ્રીમ કોર્ટમાં નોટબંધીના નિર્ણય સામે થયેલી અરજીઓના જવાબમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને પોતાનો પક્ષ રજુ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, નકલી નોટો, બિનહિસાબી નાણાં અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ સામે લડવા માટે નોટબંધી એક મહત્વપૂર્ણ પગલું છે. ડિમોનેટાઇઝેશનને અન્ય તમામ સંબંધિત આર્થિક નીતિના પગલાંથી અલગ કરીને જોવું અથવા તપાસવું જોઈએ નહીં. આર્થિક પ્રણાલીમાં જે પ્રચંડ લાભો પ્રાપ્ત થયા છે તેની તુલના લોકો દ્વારા એક વખતની મુશ્કેલીઓ સાથે કરી શકાતી નથી. નોટબંધીથી મોટાભાગે સિસ્ટમમાંથી નકલી ચલણ દૂર થઈ ગયું. ડિમોનેટાઈઝેશનથી ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન મળ્યું છે.