ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી, દંડ ફટકારવાની વકીલને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:14:46

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી આજે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાએ અરજીકર્તાને પૂછ્યું કે આનાથી કયો મૂળભૂત અધિકાર પ્રભાવિત થઈ રહ્યો છે. બેન્ચે કહ્યું, 'શું આ કોર્ટનું કામ છે? તમે આવી અરજીઓ કેમ કરો છો કે અમારે દંડ ફટકારવો પડે? કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું? તમે કોર્ટમાં આવ્યા છો તો શું અમે નકારાત્મક પરિણામની પરવા કર્યા વગર જ આમ કરીએ?'


બિન-સરકારી સંસ્થા ગોવંશ સેવા સદને કરી હતી અરજી


અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં કહ્યું કે ગાયની રક્ષા કરવી ખુબ જ જરૂરી છે. બેન્ચે વકીલને ચેતવણી આપી હતી કે તે દંડ ફટકારશે, ત્યારબાદ તેમણે અરજી પાછી ખેંચી લીધી અને કેસ કાઢી નાખવામાં આવ્યો. સર્વોચ્ચ અદાલત બિન-સરકારી સંસ્થા ગોવંશ સેવા સદન અને અન્યો દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરી રહી હતી. જેમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.