સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, લગ્નના ભંગાણની સ્થિતિમાં, છુટાછેડા માટે 6 મહિના રાહ જોવાની જરૂર નથી


  • Published By :
  • Published Date : 2023-05-01 15:15:21

સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીના સંબંધોને લઈને મહત્વની ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જો સંબંધોમાં આવેલી તીરાડ વધી રહી હોય તો આવી સ્થિતીમાં સાથે રહેવાનો કોઈ  મતલબ નથી. એટલા માટે જીવનસાથીઓ વચ્ચે પડેલી તિરાડ ન ભરાય તો લગ્નને 6 મહિના પહેલા પણ ફોક કરી શકાય છે. લગ્નના ભંગાણની સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટ તેના વતી સીધા છૂટાછેડાનો આદેશ આપી શકે છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 6 મહિનાની રાહ જોવાની કાનૂની જવાબદારી પણ આવી સ્થિતિમાં જરૂરી રહેશે નહીં. 


કલમ 142  હેઠળ મળ્યા છે વિશેષાધિકાર


સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ એસ કે કૌલની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેન્ચે સોમવારે કહ્યું કે સર્વોચ્ચ અદાલતને બંધારણની કલમ 142 હેઠળ સંપુર્ણ ન્યાય કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે તે કલમ 142  હેઠળ આપવામાં આવેલી વિશેષાધિકારનો ઉપયોગ કરીને પતિ-પત્નીની પરસ્પર સહમતીથી લગ્ન ફોક કરી શકે છે. બેન્ચે કહ્યું કે દંપતિના લગ્નને સમાપ્ત કરવા માટે હવે 6 મહિનાની રાહ જોવી પડશે નહીં. કલમ 142માં એવી જોગવાઈ છે કે ન્યાયના હિતમાં સુપ્રીમ કોર્ટ કાનૂની ઔપચારિકતાને બાયપાસ કરીને કોઈ પણ આદેશ પસાર કરી શકે છે.


કોર્ટમાં છૂટાછેડાના કેસનો થઈ રહ્યો છે ભરાવો


હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 13-બીમાં જોગવાઈ છે કે જો પતિ-પત્ની પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી શકે છે. પરંતુ ફેમિલી કોર્ટમાં કેસોની સંખ્યા વધુ હોવાને કારણે અરજી જજ સમક્ષ સુનાવણી માટે આવવામાં સમય લાગે છે. આ પછી છૂટાછેડાનો પહેલો પ્રસ્તાવ જારી કરવામાં આવે છે, પરંતુ બીજી દરખાસ્ત એટલે કે છૂટાછેડાનો ઔપચારિક હુકમ મેળવવા માટે 6 મહિના સુધી રાહ જોવી પડે છે.


પાંચ જજોની બેન્ચે આપ્યો ચુકાદો


વર્ષ 2016માં છુટાછેડાનો આ કેસ 5 જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2022માં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, એએસ ઓકા, વિક્રમ નાથ અને જેકે મહેશ્વરીએ આ મામલાની સુનાવણી કરી અને હવે બેન્ચનો નિર્ણય આવી ગયો છે. ન્યાયાધીશોએ સ્વીકાર્યું છે કે બંધારણમાં કલમ 142ની જોગવાઈ કરવામાં આવી છે જેથી સુપ્રીમ કોર્ટ લોકોના અધિકારોની સુરક્ષા માટે આદેશ આપી શકે.


6 મહિનાની બાધ્યતા ખતમ


જસ્ટિસ સંજીવ ખન્નાએ બેંચનો ચુકાદો વાંચતા કહ્યું કે જ્યારે લગ્ન ચાલુ રાખવું અશક્ય છે તો સુપ્રીમ કોર્ટ પણ સીધા છૂટાછેડાનો આદેશ આપી શકે છે. પરસ્પર સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં 6 મહિનાની રાહ જોવાની કાયદાકીય જોગવાઈ પણ આવા કિસ્સાઓમાં લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે તેના વિગતવાર નિર્ણયમાં તે પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે તે છૂટાછેડાના કેસમાં દખલ કરી શકે છે. આ સાથે જ ભરણપોષણ અને બાળકોના ઉછેર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..