સુપ્રીમ કોર્ટથી 2020ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો સાથે થયેલા બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની સમયથી પહેલા મુક્તિને પડકારનારી અરજીઓ પર સુનાવણી માટે રાજી થઈ ગઈ છે. તે માટે એક બેંચની રચના કરવા માટે પણ સંમત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે 15 ઓગસ્ટે દોષિતોને સમયથી પહેલા જેલમાંથી મુક્તી આપવામાં આવી હતી.
Supreme Court agrees to constitute a bench to hear pleas challenging the pre-mature release of 11 convicts who had gang-raped Bilkis Bano and murdered her family members during the 2002 Godhra riots. pic.twitter.com/I85oe2bE2B
— ANI (@ANI) March 22, 2023
દોષિતો સામે અનેક અરજીઓ
Supreme Court agrees to constitute a bench to hear pleas challenging the pre-mature release of 11 convicts who had gang-raped Bilkis Bano and murdered her family members during the 2002 Godhra riots. pic.twitter.com/I85oe2bE2B
— ANI (@ANI) March 22, 2023પીડિતા બિલકિસ બાનો વતી સુપ્રીમ કોર્ટમાં તમામ ગુનેગારોની મુક્તિ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તમામ દોષિતોને પાછા જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક અરજીમાં પણ સુપ્રીમ કોર્ટને તેના જૂના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષિતોની મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. બિલકિસ બાનો તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે સમગ્ર કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેના પર કેવી રીતે નિર્ણય લઈ શકે?
શું છે સમગ્ર મામલો?
ગુજરાતમાં ગોધરાકાંડ પછી 3 માર્ચ 2002ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન દાહોદના લીમખેડા જિલ્લાના રંધિકપુર ખાતે બિલ્કીસ બાનોના ઘરમાં ટોળું ઘુસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલ્કીસ ખેતરમાં છુપાઈ ગઈ હતી. તોફાનીઓએ બિલ્કીસ બાનો અને તેની માતા સહિત અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી. જ્યારે તેની સાથે આ ઘટના બની ત્યારે તે 5 મહિનાની ગર્ભવતી પણ હતી. એટલું જ નહીં, તોફાનીઓએ બિલકિસ બાનોના પરિવારના 7 લોકોની પણ હત્યા કરી હતી. આ હુમલામાં 6 લોકો પણ ગુમ થયા હતા, જેમનો કોઈ અતોપતો મળ્યો નથી.
11 લોકોને સજા કરવામાં આવી હતી
CBIએ આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી હતી. જેમને CBIની સ્પેશિયલ કોર્ટે 2008માં દોષિત ઠેરવ્યા હતા. તમામ દોષિતોને શરૂઆતમાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા, જો કે બાદમાં તેમને ગોધરાની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ગયા વર્ષે તમામ દોષિતોને તેમની સજા પૂરી થાય તે પહેલા જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગુનેગારોને મુક્ત કર્યા બાદ તેમનું પુષ્પહાર કરીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.