મણિપુર મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, CJIએ કહ્યું "જો સરકાર પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું"


  • Published By :
  • Published Date : 2023-07-20 15:52:40

મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓ સાથે જાહેર નિર્વસ્ત્ર પરેડ કરાવવાની ઘટનાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે મણિપુરમાં કુકી જનજાતિની મહિલાઓની નગ્ન પરેડને લઈને ચિતિંત છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટ આ વીડિયોથી ખૂબ જ વ્યથિત છે અને જો સરકાર કોઈ એક્શન નહીં લે તો તે કાર્યવાહી કરશે. "જે થયું તે અસ્વીકાર્ય છે. સાંપ્રદાયિક ઝઘડાના ક્ષેત્રમાં મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેનાથી અમે ખૂબ જ વ્યથિત છીએ. મુખ્ય ન્યાયાધીશે તે પણ કહ્યું કે આ બંધારણીય અધિકારોનું હનન છે, જો સરકાર આ મામલે પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું."

 

ગુનેગારો સામે સત્વરે પગલા ભરો


દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને મનોજ મિશ્રાની પણ બેંચે ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારએ ગુનેગારોને પકડવા માટે લીધેલા પગલાં અંગે જવાબ માંગ્યો હતો."અમારું માનવું છે કે અદાલતને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણ કરવી જોઈએ જેથી કરીને આવી હિંસા માટે ગુનેગારો સામે કેસ કરવામાં આવે. મીડિયા અને વિઝ્યુઅલ્સમાં જે દર્શાવવામાં આવ્યું છે તે ગંભીર બંધારણીય ઉલ્લંઘન અને મહિલાઓને દુષ્કૃત્ય હિંસાના સાધન તરીકે ઉપયોગ કરીને માનવ જીવનનું ઉલ્લંઘન દર્શાવે છે. તે બંધારણીય લોકશાહીની વિરુદ્ધ છે. આ અંગે જે પગલાં લેવામાં આવ્યા છે, તે અંગે અમને જાણ કરવામાં આવે."


4 મેના રોજ બની હતી ઘટના


મણિપુરમાં હાલ જાતિય હિંસા ભડકેલી છે, પરંતું એક વીડિઓને લઈને મણિપુરના પહાડી વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ ગઈ છે. જેમાં બે મહિલાઓને નગ્ન કરીને તેમની પરેડ કરાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ વીડિયો 4 મેનો છે, અને બંને મહિલાઓ કુકી સમુદાયની છે. જે લોકો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી રહ્યા છે તે તમામ મૈતઈ સમુદાયના છે. આદિવાસી સંગઠન ઈંડિજિનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..