સજાતીય લગ્નોને કાનુની માન્યતાનો કેન્દ્રએ સુપ્રીમમાં કર્યો વિરોધ, કહ્યું, પારિવારિક ભાવનાની વિરૂધ્ધ


  • Published By :
  • Published Date : 2023-03-12 19:20:29

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્ન (Gay Marriage)ને કાયદાકીય માન્યતા આપતી અરજીનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે એક એફિડેવિટ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવી એ ભારતની સામાજિક માન્યતાઓ અને કુટુંબ વ્યવસ્થાની વિરુદ્ધ હશે. આ સમાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાશે. સજાતીય લગ્ન લગ્નની તુલના પતિ-પત્નીથી જન્મેલા બાળકોની વિભાવના સાથે કરી શકાય નહીં.


અરજીઓને ફગાવી દેવાની કરી માગ


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું કે સજાતીય લગ્નને કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપી શકાય નહીં. આ ભારતીય પરિવારના વિભાવનાની વિરુદ્ધ છે. ભારતમાં, પરિવાર પતિ-પત્ની અને તેમનાથી જન્મેલા બાળકો દ્વારા સંચાલિત થાય છે. સરકારે આ તમામ અરજીઓને ફગાવી દેવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરી છે. સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે સમલૈંગિક લોકોને જીવનસાથી તરીકે રહેવા માટે ભલે ડિક્રિમિલાઈઝ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે સુનાવણી કરશે.


સરકાર પાસે માગ્યો હતો જવાબ


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ સમલૈંગિક લગ્ન સંબંધિત અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલ અને અરજદારોના વકીલ અરુંધતિ કાત્જુ મળીને તમામ લેખિત માહિતી, દસ્તાવેજો અને જૂના દાખલાઓ એકત્રિત કરે, જેના આધારે સુનાવણી આગળ વધશે.


14 ડિસેમ્બર, 2022 ના રોજ, કોર્ટે સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની વિનંતી કરતી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને તેની પાસે ટ્રાન્સફર કરવા અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?