મોદી સરકારની મુશ્કેલી વધી, BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસે 3 સપ્તાહમાં જવાબ માગ્યો


  • Published By :
  • Published Date : 2023-02-03 15:23:08

BBCની ડોક્યુમેન્ટરી  India: The Modi Questionને લઈ વિવાદ સતત વધી રહ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે  2002ના ગુજરાત રમખાણો અંગેની આ ડોક્યુમેન્ટરીને સેન્સર કરવાથી રોકવાને લઈ કેન્દ્ર સરકારને નિર્દેશ આપનારી માગ કરતી અરજી પર મોદી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ સપ્તાહમાં જવાબ રજુ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બ્લોક કરવાના તેના નિર્ણય સંબંધિત તાજેતરના રેકોર્ડ રજુ કરવાનું કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી હવે એપ્રીલમાં થશે. 


સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી


અગ્રણી પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને એડવોકેટ પ્રશાંત ભૂષણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીયુ સિંહે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ એક એવો કેસ છે જ્યાં જાહેર ડોમેનમાં આદેશો આપ્યા વિના કટોકટી સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે માહિતી આપી હતી કે ડોક્યુમેન્ટ્રીની લિંક શેર કરતી ટ્વીટ્સને બ્લોક કરી દેવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સરકારને આ સંબંધિત આદેશ દાખલ કરવા કહી રહ્યા છીએ અને તેની તપાસ કરીશું.


કેન્દ્રએ 21 જાન્યુ.એ પ્રતિબંધ મૂક્યો હતો


કેન્દ્ર સરકારે 21 જાન્યુઆરીએ BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી "India: The Modi Question" પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સંગઠનોએ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?