ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌંભાંડમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સની જામીન અરજી ફગાવી દીધી છે. આ કૌંભાંડમાં સીબીઆઈ અને ઈડીએ બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3600 કરોડ રૂપિયાનું આ કથિત કૌંભાડ ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરોની ખરીદી સંબંધિત છે.
Supreme Court rejects bail plea of British citizen Christian Michel, accused in the AgustaWestland VVIP chopper scam
(file photo) pic.twitter.com/DOLLZjB7j1
— ANI (@ANI) February 7, 2023
કોર્ટે જેમ્સની દલીલ ફગાવી
Supreme Court rejects bail plea of British citizen Christian Michel, accused in the AgustaWestland VVIP chopper scam
(file photo) pic.twitter.com/DOLLZjB7j1
સુપ્રીમ કોર્ટમાં આજે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બેન્ચે કહ્યું કે જેમ્સની દલીલ છે કે તેણે આ કેસમાં મહત્તમ સજાના અડધા ભાગની સજા કાપી લીધી છે તો તર્ક સ્વીકારી શકાય નહીં.
ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌંભાંડ શું છે?
ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરોના સોદામાં ક્રિશ્ચિયન મિશેલક કથિત વચેટિયો છે. ભારત દ્વારા દુબઈમાં પ્રત્યાર્પણ કેસ જીત્યા બાદ વર્ષ 2018માં ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત અરબ અમિરાતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા બાદ વર્તમાનમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીથી સંબંધીત 3600 કરોડ રૂપિયાના તે કથિત કૌંભાંડની શ્રૃંખલામાં દુબઈ સ્થિત બિઝનેશ મેન રાજીવ સક્સેનાને પણ 31 જાન્યુઆરી 2019ના ભારતથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.