અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકીનો ભોગ! સુરેન્દ્રનગરમાં માતા પિતાએ લીધો માસુમ બાળકીનો જીવ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-01 11:04:20

એક તરફ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ તો બીજી બાજુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધાને કારણે લોકો આજે પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકીને અંધશ્રદ્ધાના નામે તેના જ માતા પિતાએ તેની હત્યા કરી મૃતદેહને નાળામાં ફેંકી દીધો હતો. બિનવારસી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.  


માતા થઈ કુમાતા!

આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં માતા રક્ષક બની પોતાના બાળકની રક્ષા કરતી હોય છે. બાળક પર કોઈ આંચ આવે તો માતાનું દિલ તડપી ઉઠતું હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. માતા પિતાએ જ દોઢ વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહ નાળામાંથી ફેંકી દીધો હતો. માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બાળકીના માતા પિતા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 


અપશુકનિયાળ માની માતા પિતાએ કરી બાળકીની હત્યા!  

પોલીસ તપાસમાં એવા અનેક ખુલાસા સામે આવ્યા જે હચમચાવી દે તેવા છે. પોલીસે જ્યારે આ મામલે મૃત બાળકીના માતા પિતાની પૂછપરછ કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર માતા પિતા સાથે બાળકી ખડગુંદા ગામ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં એક હોટલ પાસે તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેને લઈ માતા પિતા અને બાળકી નીચે પટકાયા. ત્યારે દીકરી અપશુકનિયાળ હોવાને કારણે બાઈક સ્લીપ થયું હોવાની વાત બાળકીના પિતાએ બાળકીની માતાને જણાવી. ત્યાં જ ગળું દબાવીને માસુમ બાળકીની હત્યા તેના જ માતા પિતાએ કરી દીધી. હત્યા કર્યા બાદ બાળકી રૂહીની લાશને હાઈવે નજીક આવેલા નાળામાં ફેંકી ગીધી હતી. 


બાળકીના માતા પિતાની કરાઈ અટકાયત!

બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતા પહેલા તાંત્રિક વિધી થઈ હોવાની આશંકા ગઈ. પોલીસે બાળકીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. બાળકની હત્યા કેમ કરવામાં આવી તેના કારણોને જાણવામાં પોલીસ લાગી હતી તે દરમિયાન કોની બાળકી છે તેની જાણ થઈ હતી. બાળકીના માતા પિતા કોણ છે તે અંગે પોલીસને માહિતી મળ્યા બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. અને જે બાદ માતા પિતાની અટકાયત કરી હતી અને આ મામલે પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે માતા પિતા બાળકીને અપશુકનિયાળ માનતા હતા જેને લઈ આ પગલું તેમના દ્વારા ભરવામાં આવ્યું છે.  


અંધશ્રદ્ધાના નામે કેટલા માસુમો ગુમાવશે પોતાનો જીવ!

ત્યારે પ્રશ્ન એ થાય કે કેવી રીતે માતા પિતા પોતાની બાળકીનો જીવ લઈ શકે છે. માવતર કેવી રીતે કુમાવતર થઈ શકે છે? ક્યાં સુધી અંધશ્રદ્ધા અને અપશુકનિયાળ માનીને જીવ લેવાતા રહેશે? એક તરફ દીકરા -દીકરી એક સમાનની વાતો કરીએ છીએ. ડીઝિટલ યુગમાં તો આપણે ભલે આવી ગયા પરંતુ આપણે આપણા વિચારો બદલવાની જરૂર છે. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકીને બોજો માનીને તેની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે આ બધું ચાલતું રહેશે?   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?