જસદણના વિંછીયામાં બની હ્રદયદ્રાવક ઘટના, દંપતીએ મસ્તક કાપી હવન કુંડમાં હોમ્યું


  • Published By :
  • Published Date : 2023-04-16 20:08:16

રાજ્યમાં અંધશ્રદ્ધામાં અંધ બનીને આત્મ બલિદાન કરનારા દંપતીની હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણના વિંછીયામાં કમળ પૂજા કરનારા પતિ-પત્નીએ પોતાનું મસ્તક કાપીને હવનકુંડમાં હોમી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને વિંછીયાના મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને બંને મૃતકોની બે પાનાની સ્યૂસાઈડ નોટ પણ મળી છે.


રાત્રે તાંત્રિકવિધિ કરી હતી


જસદણના વિંછીયામાં રહેતા હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. તાંત્રિક વિધિ પત્યા બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. દંપતીએ રાત્રે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનમાં કુંડમાં તેમના મસ્તકને હોમી દીધું હતું. હજુ આ મામલે કોઈ સત્તાવાર પોલીસે માહિતી આપી હતી. પતિ-પત્ની બંનેએ આ ઘટનાના આગળના દિવસે દીકરા દીકરીને તેના મામાના ઘેર મુકી આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી હતી. 


3 વર્ષથી કરતા હતા તાંત્રિક વિધિ


મૃતક હેમુભાઈના પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, પતિ-પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ખેતરમાં તાંત્રિક વિધિ કરતા હતા. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવા માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. જ્યાં તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. ત્યાં બે સ્યૂસાઈટ નોંટ લટકાવેલી હતી અને તેની બાજૂમાં 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો.


શા માટે સ્વ બલિ ચડાવ્યો?


દંપતીના મૃતદેહો પાસેથી મળી આવેલી બે સ્યૂસાઈડ નોટમાં લખ્યું છેકે, અમે બન્ને અમારી હાથે અમારા રાજીપે અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા રહેતી નથી. અમારા ભાઈએ, અમારા બાપુજીએ અને અમારા બેને પણ કોઇ દિવસ અમને કંઇ કહ્યું નથી. એટલે એમની કોઇપણ જાતની પૂછપરછ કરતા નહીં. મારા સાસુ-સસરા પણ અમને ક્યારેય અડચણ ઉભી કરી નથી.એટલે કોઇપણ પ્રકારની પૂછપરછ કરતા નહીં. તમે ભાઈ હારે રહેજો અને મા-બાપનું ધ્યાન રાખજો. મારા છોકરાનું અને મારી છોકરીનું ધ્યાન રાખજો.મને મારા ભાઇઓ પર ભરોસો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?