દેશમાં લોકસભા ચૂંટણી માટે આવતી કાલે છઠ્ઠા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. અડધાથી ઉપર સીટો માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રચાર માટે નવી નવી રીતો અપનાવામાં આવી રહી છે પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા.. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્રચાર માટે મૂકવામાં આવતા વીડિયો તો આપણે જોયા છે પરંતુ આ વખતે વીડિયો ગેમના માધ્યમના વીડિયોનો સહારો લઈ પ્રચાર કરાઈ રહ્યો છે..
વીડિયો ગેમનો કરવામાં આવી રહ્યો છે પ્રયોગ
આપણે નાના હતા ત્યારે વીડિયો ગેમ રમતા હતા.. વીડિયો ગેમ રમતા હતા.. વીડિયો ગેમ રમવામાં મજા પણ આવતી. તે વખતે આપણે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે વીડિયો ગેમનો પ્રયોગ પ્રચાર માટે કરવામાં આવશે.. પરંતુ આ વખતની ચૂંટણીમાં પ્રચાર માટે વીડિયો ગેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી જીતવા તેમજ યુવા મતદાતાઓને આકર્ષવા માટે વીડિયો ગેમનો સહારો લોકો લઈ રહ્યા છે.
શું લખ્યું અખિલેશ યાદવે?
થોડા સમય પહેલા ગુજરાતની વલસાડના લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ દ્વારા વીડિયો ગેમ જેવા વીડિયો અખિલેશ યાદવ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અખિલેશ યાદવે લખ્યું કે જનતાનો અતૂટ વિશ્વાસ માટે આભાર, જીતી રહ્યા છીએ અમે કારણ કે જનતા અમારી સાથે છે.. ઉપરાંત #માં લખવામાં આવ્યું છે ઈન્ડિયાની જીત ગરીબની જીત.. વીડિયો ગેમમાં લખવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ (2012-2017) તેમજ અખિલેશ યાદવ... તે ઉપરાંત અનેક મુદ્દાઓની વાત આમાં કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વખતે અનેક વિપક્ષી પાર્ટીઓએ ભેગા થઈને ઈન્ડિયા ગઠબંધન કર્યું છે.. ત્યારે જોવું રહ્યું કે ચોથી જૂને શું પરિણામ આવે છે?