રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી અને એ મામલે રવિવારના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે... આ મામલે સુનાવણી થાય તે માટે હાઈકોર્ટ એસોશિએશન દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠમાં સુનાવણી થઈ રહી છે.. આ ઘટનાને લઈ ગંભીર ટિપ્પણીઓ કોર્ટમાં કરવામાં આવી રહી છે.. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરાઈ રહી છે તેવી માહિતી સામે આવી છે..
ઈજાગ્રસ્તોને મળવા માટે પહોંચ્યા મુખ્યમંત્રી
ગઈકાલ સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ... આગ ભભૂકી ઉઠી અને 28 જેટલા લોકો મોતને ભેટ્યા.. આ આંકડો વધી પણ શકે છે.. ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું તેવી માહિતી સામે આવી છે.. ગેમઝોનમાં ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તોને મળવા પણ સીએમ પહોંચ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઈ સુઓમોટો
આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે અને આજે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રવિવારે પણ સુનાવણી થઈ રહી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો તેમજ ફાયર નિયમોને લઈ ખુલાસો માગ્યો છે.. એક જ દિવસમાં આનો જવાબ આપવામાં આવે તેવો આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે..હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું છે તેવી માહિતી સામે આવી છે....