વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 14 લોકોના મોત સમગ્ર રાજ્યમાં હાહાકરા મચી ગયો છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોમાં સૌથી વધુ બાળકો છે એટલે મામલો ગંભીર બન્યો છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ વિસ્તૃત અહેવાલ જાણીને સુઓમોટોની તૈયારી દર્શાવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી જેને હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એસોશિએશને જણાવ્યુ હતુ કે આ દુર્ઘટનામાં અનેક બાળકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકોને લાઇફ જેકેટ કે અન્ય કોઇ સુવિધા આપવામાં આવી ન હતી. જેથી સ્પષ્ટપણે આ દુર્ઘટના બેદરકારીના કારણે ઘટી હોવાનું જોવા મળી રહ્યુ છે.
શું કહ્યું એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ?
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે બોટની કેપેસિટી 13ની હતી પણ તેમાં 27 લોકો બેસાડ્યા હતા. આ મામલાની તપાસ જો વડોદરા જિલ્લાના સિનિયર મોસ્ટ પોલીસ અધિકારીને આ ધટનાની તપાસ સોંપાશે તો નહીં તો કશું બચશે નહીં. તેમણે કોર્ટ સમક્ષ આરોપીઓ સામે IPC 302 ની કલમ ઉમેરવામાં આવે તેવી વિનંતી કરી હતી. હાઇકોર્ટે સુઓ મોટો દાખલ કરવા હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. 3 મહિનામાં સ્પેશિયલ કોર્ટમા આ કેસ ચલાવીને ટ્રાયલ પૂર્ણ કરાય. ગુજરાતમાં આવી દુર્ઘટનાનો બનતી રહે છે. આ કિસ્સામાં મોટા માથા બચી જતા હોય છે. આવું ન થાય તે માટે પોલીસ તમામ પુરાવા અત્યારે એકત્ર કરી લે. તેવી પણ કોર્ટે સુચના આપી હતી.
રજૂઆતો બાદ હાઈકોર્ટે તૈયારી દર્શાવી હતી
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા, સુઓમોટો લેવા મુખ્ય ન્યાયાધીશને કરાયેલી રજૂઆતો બાદ મુખ્ય ન્યાયાધીશે ઘટના અંગે રિપોર્ટ મગાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશે અહેવાલ મળશે તો આ મામલે સુઓમોટોની તૈયારી દર્શાવી હતી. જે પછી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી રિપોર્ટ એકઠા કરવા સહિતની પ્રક્રિયામાં કામે લાગ્યા હતા. આ મામલે હજુ વધુ સુનાવણી થશે.