ઘણા વર્ષો પહેલા સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર રિલીઝ થઈ હતી. સની દેઓલની આ ફિલ્મે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારે ગદર-2ની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મનું અનાઉન્સમેન્ટ બાદ દર્શકોના ઉત્સાહનો પાર નતો રહ્યો. ત્યારે ગણતંત્ર દિવસે ફિલ્મના મેકર્સ તરફથી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
સની દેઓલ અને અમિષા પટેલ ફરી દેખાશે મોટા પડદા પર
સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર ઘણા વર્ષો પહેલા આવી હતી. તેમની જોડી ફરી એક વખત મોટા પડદા પર જોવા મળવાની છે. ગદર-2 ફિલ્મની જાહેરાત થયા બાદ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતા. આ બંનેની જોડીએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી ત્યારે ફરી એક વખત આ જોડી ધૂમ મચાવા આવી રહી છે.
11 ઓગસ્ટ 2023ના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ
ગદર ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. અભિનય અને એક્શનને કારણે દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. ત્યારે ગણતંત્ર દિવસે ગદર-2ની ફિલ્મનું પોસ્ટર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પણ ભારત પાકિસ્તાનના એન્ગલને આગળ વધારવામા આવશે અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ રહેશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે.
સની દેઓલે શેર કર્યું ફિલ્મનું પોસ્ટર
પોસ્ટર શેર કરતા સની દેઓલે લખ્યું કે હિંદુસ્તાન જીંદાબાદ છે, જીંદાબાદ હતું અને જીંદાબાદ રહેશે. બે દાયકા બાદ મોટા પડદા પર ફિલ્મની સિક્વલ આવી રહી છે. શૂટિંગ સમયના અનેક ફોટા વાયરલ થયા હતા જે બાદ ફિલ્મને જોવાની આતુરતા ફેન્સમાં વધી ગઈ છે. આ ફિલ્મમાં તારા સિંહની ભૂમિકા સની દેઓલ અને સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે.