પંજાબના પઠાણકોટમાં બીજેપી સાંસદ અને બોલિવૂડ એક્ટર સની દેઓલના ગુમ થવાના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. સાંસદના ગુમ થવાના આ પોસ્ટરો શહેરના કેટલાય ઘરો, રેલવે સ્ટેશનો અને વાહનોની દિવાલો પર ચોંટાડવામાં આવ્યા છે. સની દેઓલ ગુરદાસપુર લોકસભા સીટથી સાંસદ છે. 2019માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. પોસ્ટર ચોંટાડનારાઓનું કહેવું છે કે સની દેઓલ સાંસદ બન્યા બાદ ક્યારેય ગુરદાસપુર આવ્યા નથી.
Pathankot, Punjab | Posters of "missing" BJP MP Sunny Deol pasted on walls of houses, railway station, vehicles pic.twitter.com/fMMjdiF4yK
— ANI (@ANI) October 6, 2022
ગુરદાસપુરમાં લોકોમાં ભારોભાર આક્રોશ
Pathankot, Punjab | Posters of "missing" BJP MP Sunny Deol pasted on walls of houses, railway station, vehicles pic.twitter.com/fMMjdiF4yK
— ANI (@ANI) October 6, 2022સની દેઓલનો વિરોધ કરી રહેલા એક સ્થાનિકે કહ્યું કે, તે સાંસદ બન્યા બાદ ક્યારેય ગુરદાસપુર આવ્યા નથી. તે પોતાને પંજાબનો દીકરો ગણાવે છે પરંતુ તેમણે કોઈ વિકાસનું કામ કર્યું નથી, ફંડ ફાળવ્યું નથી, કેન્દ્ર સરકારની કોઈ યોજના અહીં લાવ્યા નથી. જો તેઓ કામ કરવા માંગતા ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.