૫૯ વર્ષના સુનિતા વિલિયમ્સ ૯ મહિનાની લાંબી અવકાશયાત્રા કરીને ધરતી પર પાછા ફર્યા છે . આ અવકાશયાત્રા દરમ્યાન એક વિક્રમ પણ સ્થાપિત કર્યો છે . તેઓ અવકાશમાં સૌથી વધારે સ્પેસવોક કરનારા બીજા નંબરના અવકાશયાત્રી બન્યા છે . પરંતુ આ અવકાશયાત્રા દરમ્યાન તેમના શરીરને ઘણી આડઅસરો પહોંચી છે . જેની રિકવરી આવતા ખુબ લાંબો સમય લાગી શકે છે . ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરવાની રાહ સમગ્ર ભારતે ખુબ આતુરતાથી જોઈ હતી . સુનિતા વિલિયમ્સ આ પેહલા પ્રથમવાર ૨૦૦૬-૨૦૦૭માં ૧૯૬ દિવસ માટે અવકાશમાં ગયા હતા આ પછી તેઓ ફરીવાર ૨૦૧૨માં ૧૨૭ દિવસ માટે અવકાશમાં ગયા હતા. જોકે આ તેમનો ત્રીજો અવકાશ પ્રવાસ ખુબ જ લાંબો હતો .
હવે આપણે જોઈએ કે , અંતરિક્ષમાં ખુબ લાંબા સુધી રહેવા પર સુનિતા વિલિયમ્સના શરીર પર શું અસરો થઈ છે . તેમની માંસપેશીઓનું વજન ઓછું થયું છે કેમ કે આ માંસપેશીઓ માઇક્રોગ્રેવીટીમાં ક્ષમતા પૂર્વક કામ ના કરી શકે. સુનિતા વિલિયમ્સનું હૃદય પણ નબળું પડ્યું છે . આપણું હૃદય પણ માંસપેશીઓથી બનેલું છે અને હૃદય માઇક્રોગ્રેવીટીમાં એટલી મેહનત નથી કરતુ . જોકે સુનિતા વિલિયમ્સ પોતાના હૃદયની તંદુરસ્તી માટે ૯૦ મિનિટથી બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઇઝ કરતા હતા . બોઇંગ સ્ટારલાઈનરમાં તકનીકી ખરાબી આવતા એવું નક્કી થઈ ગયું કે તેમણે ખુબ લાંબા સમય સુધી અવકાશમાં રોકાવું પડશે. પરંતુ , આ પછી સુનિતા વિલિયમ્સે ખુબ જરૂરી વિજ્ઞાનના પ્રયોગો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાથ ધર્યા હતા . અવકાશમાં માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી તમારી ઉમર ઝડપથી વધતી હોય છે . ધરતી પર પાછા ફર્યા બાદ કોઈ પણ અવકાશયાત્રીને નોર્મલ લાઈફમાં પાછા ફરતા વાર લાગી શકે છે . સુનિતા વિલિયમ્સ નાસાના ૪૫ દિવસ લાંબા રિહેબિલિટેશન કાર્યક્રમમાં જશે જ્યાં તેઓ સતત ડોક્ટર્સની દેખરેખમાં રહેશે . અહીં તેમના ઘણા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે સાથે જ રોજ બે કલાકની ફિઝિકલ થેરાપી આપવામાં આવશે .
૪૫ દિવસનો નાસાનો રિહેબિલિટેશનનો કાર્યક્રમ ૩ ચરણમાં હશે . પેહલા ચરણ અંતર્ગત તેમની માંસપેશીઓને મજબૂત કરવા લો ઇન્ટેન્સિટીવાળી શારીરિક એક્સરસાઇઝ કરાવડાવવામાં આવશે અને હળવી ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . બીજા ચરણમાં હૃદયની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવામાં આવશે . માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી હૃદયના સ્નાયુઓમાં સંકોચન આવે છે . માટે આ ચરણમાં ટ્રેડમિલ એક્સરસાઇઝ , સ્ટેશનરી બાઈક અને રેસિસ્ટંસ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવશે . નાસાના આ પોસ્ટ રિહેબિલિટેશનનો ત્રીજો ચરણ સૌથી લાંબો હશે જેમાં સુનિતા વિલિયમ્સની શારીરિક ક્ષમતા પ્રી-ફ્લાઇટ કન્ડિશનમાં પાછી લાવવામાં આવશે.
કોઈ પણ અવકાશયાત્રી માટે માઇક્રોગ્રેવીટીમાંથી , પૂર્ણ ગ્રેવીટીમાં આવવું એ ખુબ ચેલેંજિંગ હોય છે . સુનિતા વિલિયમ્સ પર કોઈ પણ અપડેટ માટે જોતા રહો જમાવટ .