ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26માંથી બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર તેઓ સભાને સંબોધવાના છે ઉપરાંત રોડ શોમાં પણ તેઓ ભાગ લઈ શકે છે તેવી માહિતી સામે આવી છે..
રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગજવી રહ્યા છે સભા
લો કસભા ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.. 7મી તારીખે મતદાન થવાનું છે.. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે.. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ હતો.. ત્યારે આપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે..
સુનિતા કેજરીવાલ આવ્યા ગુજરાત..
ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આપે ચૈતર વસાવાને ટિકીટ આપી છે જ્યારે ભાવનગરમાં ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે... ત્યારે આ બંને ઉમેદવારો માટે પ્રચાર કરવા સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે... જનસભાને સંબોધવાના છે ઉપરાંત રોડશોમાં પણ તેઓ ભાગ લેવાના છે.. મહત્વનું છે કે આની પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રચાર માટે આવ્યા હતા.. મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં...