સુનિલ ગાવસ્કર ટીમ ઈન્ડિયા પર વિફર્યા, 'તમે IPL રમો છો, ત્યારે વર્કલોડ નહીં, તો ભારત માટે શા માટે?


  • Published By :
  • Published Date : 2022-11-12 15:21:47

ટી20 વર્લ્ડ કપમાંથી ભારતીય ક્રિકેટ ટીમ ફેંકાઈ ગયા બાદ સિનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કર પર ટીમ પર ભડક્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વર્ક લોડ અંગેના બહાનાના પર જબરદસ્ત આક્રોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ જ્યારે ખેલાડીઓ IPL રમે છે ત્યારે બધુ જ સારૂ હોય છે પરંતું જેવા જ તે ભારત માટે રમે છે ત્યારે  તેમને વર્કલોડ યાદ આવી જાય છે. 


શું કહ્યું સુનિલ ગાવસ્કરે?


સુનીલ ગાવસ્કરે કહ્યું, 'તમે IPL રમો છો. આખી સીઝન રમો, ત્યાં તમે મુસાફરી કરો છો. માત્ર છેલ્લી આઈપીએલ ચાર કેન્દ્રોમાં થઈ હતી, બાકી બધે તમે આમ તેમ દોડતા રહો છો. ત્યાં તમે થાકતા નથી? ત્યાં કોઈ વર્કલોડ નથી હોતો? જ્યારે તમારે ભારત માટે રમવાનું હોય છે ત્યારે જ, તે પણ જ્યારે તમારે નોન-ગ્લેમરસ દેશોમાં રમવા જાઓ છો, ત્યારે તમારો વર્ક લોડ વધી જાય છે? આ ખોટું છે.'


ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં સિનિયર ખેલાડીઓનો અભાવ


ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાની છે. 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ શરૂ થશે. આ સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, અને કેએલ રાહુલ સહિતના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બીસીસીઆઈએ આ ખેલાડીઓને આટલી બધી છુટ ન આપવી  જોઈએ.  



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...