ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે વિદેશ પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો ખીસ્સું ઢીલું કરવાની તૈયારી રાખજો. આ વખતે ઉનાળું વેકેશનની મજા માણનારા લોકોને ટિકિટ ઉપરાંત હોટેલ તથા મોંઘી સર્વિસનો સામનો કરવો પડશે. આ વખતે વિદેશ વેકેશનનો સરેરાશ 15 થી 30 ટકા મોંઘા બને તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
શા માટે વિદેશ યાત્રા મોંઘી થયો?
વિદેશ પ્રવાસના શોખિનો માટે આ વખતે વિદેશ પ્રવાસ મોંઘો થવાનું મુખ્ય કારણ વિદેશ પ્રવાસનાં વધતા ખર્ચનું મુખ્ય કારણ ભારતીય ચલણમાં ઘસારો છે. અમેરિકાનો ડોલર તથા યુરોપિયન યુનિયનની કરન્સી યુરો સામે છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો નબળો પડયો હોવાના કારણે એક માસ પૂર્વેની સ્થિતિ થતા આ વખતે ઉનાળા વેકેશનમાં વિદેશ પ્રવાસનો ખર્ચ વધી ગયો છે. વિમાની ઈંધણમાં ભાવ વધારાથી ફલાઈટના ભાડા પણ મોંઘા બન્યા છે. ડોલર સામે ભારતીય રૂપિયો એક વર્ષમાં 75.1 ઘટીને 82.50 થયો છે, તેના પરીણામે વિદેશ પ્રવાસો 15 થી 30 ટકા મોંઘા બન્યા છે.
વિદેશ પ્રવાસ કેટલો મોંઘો થયો
ડોલર અને યુરો સહિતના મુખ્ય ચલણ સામે રૂપિયો નબળો પડતા વિવિધ દેશોની મુલાકાત લેવી મોંઘી બની છે. ગત વર્ષે ફ્રાંસ-સ્વીઝર્લેન્ડના સાત-આઠ દિવસનો પેકેજનો ખર્ચ રૂા.1.70 લાખ હતો તે આ વર્ષે વધીને બે લાખે પહોંચ્યો છે આજ રીતે મલેશીયા-સિંગાપોરનું પેકેજ એક લાખવાળુ હવે 1.30 લાખનું થવા જાય છે. ઉનાળુ વેકેશનમાં અમેરીકા તથા યુરોપ હોટ સ્પોટ હોય છે. તે ઉપરાંત સિંગાપોર, વિયેતનામ, મલેશીયા, થાઈલેન્ડ, દુબઈ, કંબોડીયા તરફ પણ ઘસારો હોય છે.