હાથમાં સલ્ફાસની ગોળીઓ, ચહેરા પર મુસ્કાન; 3 યુવતીઓના આપઘાત પહેલાંનો વીડિયો વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2022-10-29 17:16:48

યુવતીઓ હાથમાં સલ્ફાસની ગોળીઓ છે. ઉપરાંત, તે વીડિયોમાં બાય-બાય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આત્મહત્યા કરતા પહેલા ત્રણેય યુવતીઓ ખુશ જોવા મળે છે 

हाथों में सल्फास की गोलियां, चेहरे पर हंसी; 3 लड़कियों का खुदकुशी वाला वीडियो वायरल

મધ્યપ્રદેશના સિહોરના ત્રણ વિધાર્થીની સ્કૂલમાંથી બંક કરીને ઈન્દોર પહોંચી હતી અને ત્રણેયએ ત્યાં ઝેર પી લીધું હતું. ત્રણેય છોકરીઓ ધોરણ 12ની વિદ્યાર્થીની હતી. ઝેર પી લીધા બાદ ત્રણેય વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકની હાલત અત્યંત ગંભીર છે. ત્રણેય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા પહેલા તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણેય વિદ્યાર્થીનીઓ હાથમાં ડઝનેક સલ્ફાસની ગોળીઓ લઈ રહી છે. ઉપરાંત, તે વીડિયોમાં બાય-બાય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આત્મહત્યા કરતા પહેલા ત્રણેય વિદ્યાર્થીનીઓ હસતી જોવા મળે છે.


MP: Three School Girls From Sehore Consume Poison In Indore; Two Dead, One  Critical


શું છે સમગ્ર મામલો

પોલીસે જણાવ્યું કે ત્રણેય મિત્રો સિહોરના અષ્ટાના રહેવાસી છે. ત્રણેયે ઈન્દોરના એક પાર્કમાં ઝેરી દવા ખાદી હતી. ત્રણેય વિદ્યાર્થીનીઓ શુક્રવારે બસ દ્વારા ઈન્દોર પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે ત્રણમાંથી પાયલ અને પૂજાનું મોત થઈ ગયું છે. સાથે જ આરતીની હાલત અત્યંત ગંભીર છે.

3 girls takes poison in Indore, one survives


મિત્ર ન આવ્યો તો ઝેર ખાઈ લીધું

આષ્ટાની મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણેય વિદ્યાર્થીની ઈન્દોર પહોંચી હતી. જ્યાં પાયલ તેના મિત્ર રોહિતને મળવા આવી હતી. પાર્કમાં પહોંચ્યા બાદ પાયલે રોહિતને મળવા બોલાવ્યો હતો પરંતુ રોહિત તેને મળવા આવ્યો ન હતો અને તેણે ઘરે પરત ફરવાનું કહ્યું હતું. આ બાબતે પાયલ અને રોહિત વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાથી નારાજ પાયલે ઝેર પી લીધું હતું.

Sun Pharma Q1 Review - Shoring Up Specialty Well: Dolat Capital

બીજી તરફ, પૂજા નામની વિદ્યાર્થીની તેના પરિવારના મતભેદથી નારાજ હતી. જ્યારે તેણે તેની મિત્રને ઝેર પીતા જોઈ ત્યારે તેણે પણ ઝેર પી લીધું. આરતી તેના બે મિત્રોને ઝેર ખાતા જોઈને ડરી ગઈ. આરતીએ વિચાર્યું કે ઘરે જઈને શું જવાબ આપીશ. આનાથી ડરીને આરતીએ પણ ઝેર પી લીધું હતું. જણાવી દઈએ કે પૂજા અને પાયલનું સારવાર દરમિયાન મોત થયું હતું. સાથે જ આરતીની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...