થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનેલા સુખવિંદરસિંહ સુક્ખુ કોરોના સંક્રમિત થયા છે. સોમવારે સુક્ખુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની હતી જેને કારણે રવિવારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવાર સાંજે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત હોવાને કારણે સુખવિંદર સુક્ખુ પ્રધાનમંત્રી સાથે મુલાકાત નહીં કરી શકે.
પીએમ સાથે કરવાના બેઠક
સુખવિંદરસિંહ સોમવારે પીએમ મોદી સાથે બેઠક કરવાના હતા. પીએમ સાથે બેઠક હોવાને કારણે તેમનો સેંપલ લેવામાં આવ્યું હતું. અને રવિવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ મોદી સાથે બેઠક નહી કરી શકે. થોડા સમય પહેલા જ સુખવિંદર સુક્ખુ ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા.
સાવચેતીના ભાગરૂપે સીએમ રહેશે ક્વોરન્ટાઈન
કોરોના સંક્રમિતની વાતને લઈ રાજ્ય સરકારે જણાવ્યું છે કે મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુ સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી ક્વોરન્ટાઈન રહેશે અને તેમના દરેક કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સીએમમાં કોરોનાના કોઈ પણ લક્ષણ દેખાયા ન હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ સાથે મુલાકાત નહીં કરે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તરણ પણ હાલ નહીં કરવામાં આવે.