હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના સુખવિન્દર સિંહ સુક્ખુએ શપથ ગ્રહણ કરી લીધી છે. બપોરે 1:50 કલાકે તેમણે રાજ્યના 15વા મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી છે. ઉપરાંત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે મુકેશ અગ્નિહોત્રીએ શપથ લીધી છે. રિજ મેદાન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથે સુખવિન્દર સિંહને શપથ લેવડાયા હતા.
પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર આપ્યું સ્થાન
આ શપથ વિધીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે તેમજ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના રેસમાં અનેક નામોની ચર્ચા થતી હતી. ત્યારે શપથ વિધી દરમિયાન પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર બોલાવ્યા હતા. અને તેમને પોતાની બાજુમાં બેસાડ્યા હતા.
ઉપરાંત શપથ વિધીમાં સુખવિન્દર સિંહની માતા પણ હાજર હતા. સ્ટેજની સામે તેઓ બેઠા હતા પરંતુ જ્યારે રાહુલ ગાંધીને આ અંગની જાણ થઈ તો તેમણે તરત સુખવિન્દરની માતાને સ્ટેજ પર બોલાવી લીધા. અને પ્રિયંકા ગાંધી તેમને ભેટી પડ્યા અને તેમની સાથે બેસાડ્યા. આ સમારોહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર હતા.