મહાઠગ સુકેશ ચંદ્રશેખર રૂ. 200 કરોડની ઠગાઈ અને છેંતરપિંડીના કેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. જો કે જેલમાં પણ તેની લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક પડ્યો નથી.જેલ અધિકારીઓએ અચાનક જ તેની સેલમાં રેડ પાડતા સુકેશની બધી પોલ ખુલી ગઈ છે. તેના સેલમાંથી દોઢ લાખ રૂપિયાના ચપ્પલ અને 80 હજારની બે જિન્સ સહિત અનેક લક્ઝરી ચીજો જપ્ત કરી છે. જેલના જ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આ ગોરખધંધા ચાલતા હતા.
લક્ઝુરિયસ બ્રાન્ડની વસ્તુઓ મળી
પોલીસ અધિકારી દીપક શર્મા અને જયસિંહ જ્યારે સીઆરપીએફ સાથે સુકેશના સેલમાં પહોંચ્યા તો સુકેશ સ્તબ્ધ થઈ ગયો. વીડિયોમાં તેના સેલમાં ઘણી બધી સામગ્રી જોવા મળી હતી. દરોડામાં પોલીસને સુકેશના સેલમાંથી વિવિધ મોટી લક્ઝુરિયસ બ્રાન્ડનો સામાન મળી આવ્યો છે, તેને જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની પાસેથી 1.5 લાખ રૂપિયાના ગૂચી ચપ્પલ અને 80 હજાર રૂપિયાની કિંમતના બે જીન્સ મળી આવ્યા છે. દરોડા દરમિયાન સુકેશ રડવા લાગ્યો હતો.
The Jail Authority will conduct an enquiry and take action against the person who leaked the CCTV footage of conman Sukesh Chandrasekhar: Prison Officials
— ANI (@ANI) February 23, 2023
સુકેશ પર શું આરોપ છે?
The Jail Authority will conduct an enquiry and take action against the person who leaked the CCTV footage of conman Sukesh Chandrasekhar: Prison Officials
— ANI (@ANI) February 23, 2023મહાઠગ સુકેશ ચંદ્રશેખરને ખંડણી અને મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. ED દ્વારા દાખલ કરાયેલ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) માં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેના પર માલવિંદર સિંહની પત્ની જપના સિંહ સાથે 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો આરોપ છે. ફરિયાદી અનુસાર, ચંદ્રશેખરે વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે જપના એમ. સિંહને બોલાવીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે તેને 9 દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધો છે.