પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે ભયાનક આત્મઘાતિ બોમ્બ વિષ્ફોટ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત અને 13થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો બોલન જિલ્લામાં થયો છે, પોલીસ કમિશનરે પણ 9 પોલીસકર્મીઓના મોતની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ વિષ્ફોટ કાબ્રી પુલ પર થયો છે. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો કે આ આત્મઘાતિ હુમલો હતો, જો કે હજું સુધી આ વિષ્ફોટની કોઈ પણ આતંકી સંગઠનો જવાબદારી લીધી નથી.
કઈ રીતે થયો હુમલો?
આત્મઘાતિ હુમલા અંગે જાણકારી આપતા પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે બલૂચિસ્તાનમાં (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, જેમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા.પોલીસકર્મીઓ સીબી મેળામાંથી પરત ફરી રહ્યા હતા, તે જ સમયે રસ્તામાં આત્મઘાતિ હુમલાખોરે ભીષણ હુમલો કરીને પોતાને ઉડાવી દીધો હતો. SSPના જણાવ્યા પ્રમાણે ઘાટલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બલોચ બળવાખોરો પર શંકા
હુમલા પાછળ બલોચ વિદ્રોહીઓનો હાથ હોવાની આશંકા છે, બલોચ વિદ્રોહીઓ અવારનવાર બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવે છે. તેઓ ચીનના CPEC પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે.
BREAKING
BREAKING