કેન્દ્ર સરકારે 31 મે 2023 સુધી ખાંડના નિકાસને છૂટ આપી દીધી છે. કેન્દ્ર સરકારે કુલ ઉત્પાદનના 18.23 ટકા ખાંડની નિકાસ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ભારતમાં હવે ખાંડ પૂરતી માત્રમાં હોવાના કારણે અન્ન-પુરવઠા નાગરિક મંત્રાલયે નિર્ણય લીધો છે. ખાંડની નિકાસની છૂટ આપવાના કારણે હવે દક્ષિણ ગુજરાતના શેરડી નિકાસ કરતા લોકોને અને ખાંડનું ઉત્પાદન કરતા લોકોને ફાયદો થશે. દક્ષિણ ગુજરાત વિસ્તારની 15 સુગર મીલોમાંથી 1.93 લાખ ટન ખાંડની નિકાસ થશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતની સુગર મીલોને થશે ફાયદો
દક્ષિણ ગુજરાતની મીલોમાં બારડોલી સુગર મીલનો ક્વોટા સૌથી વધુ છે. બારડોલી સુગરને તેત્રીસ હજાર ટન ખાંડ નિકાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં ખાંડ ઉત્પાદનનો સમય છે ત્યારે લોકો પાસે જૂનો સ્ટૉક પડ્યો હશે. આ સ્ટૉક વેંચીને દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા લોકોને બમણો ફાયદો થઈ શકે તેવી શક્યતાઓ છે.