ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ અને તેમની નીતીઓનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત રાહુલ ગાંધી આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેની પર ભાજપના પ્રવક્તા સુશાંધુ ત્રિવેદીએ જવાબ આપ્યો છે. અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.
સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ચીનને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા રહે છે. ત્યારે આજે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે.
ચીન મામલે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
સુધાંશુ ત્રિવેદીએ જવાહરલાલ નહેરૂની પુસ્તક ડિસ્કવરી ઓફ ઈંડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈન્ડિયાની ખોજ ગાંધી પરિવાર ચાર પેઠીતી કરી રહ્યો છે. સીમા વિવાદને લઈ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની મનશા સ્પષ્ટ કરી દીધી છે કે ભારતે ચીન સામે એ રીતે જ આત્મસમર્પણ કરવું જોઈએ જેવી રીતે તેમની સરકારના સમય પર થતું હતું.