રાજ્યમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 121 દર્દી નોંધાયા છે. જેને લીધે હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 521 થઈ છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 49 કેસ નોંધાયા છે, અને આના કારણે અમદાવાદમાં કુલ કોરોનાના કેસોની સંખ્યા 111 જેટલી થઈ ગઈ છે.
અમદાવાદમાં કોરોનાનાની સાથે H3N2 વાયરસના કેસોમાં પણ ઉછાળો
અમદાવાદમાં કોરોનાની સાથે સાથે નવો એક વાયરસ પણ કહેર મચાવી રહ્યો છે, જેનું નામ છે H3N2 વાયરસ. અમદાવાદમાં માર્ચ મહિનામાં H3N2ના કુલ 4 જેટલા કેસો નોંધાયા છે , જેને કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ટૂંક સમયમાં સંજીવની રથ શરુ કરી શકે છે. આ ઉપરાંત શહેરમાં રેપિડ ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે.
આજે રાજ્યોના અન્ય જિલ્લાઓમાં નોંધાયા આટલા કેસ
ગુજરાત રાજ્યમાં અમદાવાદ સિવાય આજે રાજકોટમાં 12, સુરતમાં 12, મહેસાણામાં 11, રાજકોટમાં જિલ્લામાં 07, સાબરકાંઠામાં 06, વડોદરામાં 04, ભાવનગરમાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, બનાસકાંઠામાં 02, ભરૂચમાં 02, ગાંધીનગરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, દાહોદમાં 01, નવસારીમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.