ભારત હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે પોતાનું ઓપરેશન કાવેરી ચલાવી રહ્યું છે. તે ઓપરેશન હેઠળ રવિવારે વધુ 229 લોકોને સુરક્ષીત લાવવામાં આવ્યા છે. આ લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. આ પહેલા એટલે કે શનિવારે વધુ 365 લોકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા.
#WATCH | "The government did a lot for us. We were in a very difficult situation. The Indian Embassy took us to a safe place and provided food and water to all of us," says Nandish Raju who returned from Sudan
#SudanConflict pic.twitter.com/wYFwLJYVX5
— ANI (@ANI) April 30, 2023
જેદ્દાહથી ભારતથી લવાયા
#WATCH | "The government did a lot for us. We were in a very difficult situation. The Indian Embassy took us to a safe place and provided food and water to all of us," says Nandish Raju who returned from Sudan
#SudanConflict pic.twitter.com/wYFwLJYVX5
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે ઓપરેશન કાવેરી હેઠળ 28 એપ્રિલે 229 લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. અને શુક્રવારે 754 લોકોને બે ભાગમાં ભારત લાવવામાં આવ્યા હતા. સત્તાવારા આંકડા પ્રમાણે અત્યાર સુધી 1,954 લોકોને સ્વદેશ લાવવામાં આવી ચુક્યા છે. ભારતીય શરણાર્થીઓને સાઉદીના જેદ્દાહ શહેર લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાથી તેમને સ્વદેશ લાવવામાં આવે છે. કુલ 360 લોકોને પહેલા સમુહમાં એક પ્રાઈવેટ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા.બીજા જથ્થામાં 246 લોકોને સી-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા.