રાજ્યમાં આવી મેઘસવારી... છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો વરસાદ માટે કરાયેલી આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 11:18:34

ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાનું આગમન વિધિવત રીતે થઈ ગયું છે. ગુજરાતમાં સત્તવાર રીતે ચોમાસુ બેસી ગયું છે. ચોમાસાનું આગમન થતાં ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. વરસાદને કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ગરમીથી છુટકારો મળ્યો છે. 


રાજ્યમાં થઈ ચોમાસાની એન્ટ્રી

ઋતુચક્રમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો. એક જ દિવસમાં જાણે ત્રણેય ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ચોમાસું આવે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું. જેની સીધી અસર ચોમાસાની સિસ્ટમ પર પડી હતી. જેને કારણે ચોમાસાનું આગમન લેટ થયું હતું. પરંતુ ગુજરાતીઓની આતુરતાનો અંત આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં 5.6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. તે સિવાય ભરૂચ, સાયલા, ધોરાજીમાં બે ઈંચ જેટલો વરસાધ ખાબક્યો હતો. તે ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, વાપી, અંકલેશ્વર, બોટાદમાં પણ વરસાદ વરસ્યો હતો.     



આગામી પાંચ દિવસ માટે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 30 તારીખ સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન રહેવાના છે. રવિવારના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદની પધરામણી થઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...