PUBGથી પ્રેમમાં પડેલી પાકિસ્તાની યુવતી મામલે આવી અપડેટ, તપાસ બાદ આ કારણોથી પોલીસે દંપત્તિને છોડી દીધા? જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-09 18:42:03

એક બાજુ ભારતમાં ગદર પાર્ટ ટુ રીલીઝ થાય છે અને બીજી બાજુ સીમા હૈદર નામની એક મહિલા સચીન નામના ભારતીય વ્યક્તિના પ્રેમમાં પડી જાય છે. ઓનલાઈન ગેમ પબજી રમતા રમતા તેને માત્ર પ્રેમ જ નથી થતો પણ પોતાના ચારેય છોકરાઓને લઈને તે સચીન સાથે રહેવા ભારત પણ પહોંચી જાય છે. પણ આપણે ત્યાં નિયમ છે કે ગેરકાયદેસર રીતે કોઈ આપણા દેશમાં આવી ન શકે, તો સીમાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી જ્યાં મોટા મોટા અધિકારીઓ તેની પૂછપરછ કરે છે. આખા ઘટના ક્રમ વિશે વાત કરી તો....   

પશુપતિનાથ મંદિરમાં બંનેએ કર્યા લગ્ન 

પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને તેના ભારતીય પ્રેમી સચીનને પોલીસે ગઈકાલે જેલમાંથી છૂટા કરી દીધા છે. જેલમાં તેની પૂછપરછ કરવામાં આવી અને માહિતીઓ લેવામાં આવી કે તે કેવી રીતે ભારત પહોંચી, સચીન સાથે સંપર્ક કેમ થયો, તેના પતિ શું કરે છે, પરિવારની માહિતી લીધી, પાકિસ્તાનમાં તે શું કરતા હતા આટલો સમય તે જાણ્યું પણ પોલીસને કંઈ શંકાસ્પદ ન લાગતા અંતે બંનેને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ સીમા અને સચીન રબુપુરા પોતાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટો ખુલાસો થયો છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે સીમા હૈદરે નેપાળના પશુપતિનાથ મંદિરમાં સચીન સાથે લગ્ન કરી લીધા છે અને હિન્દુ ધર્મ પણ અપનાવી લીધો છે. 

હિન્દુ બની ગઈ છું, પાકિસ્તાન ન મોકલો મારી નાખશે..સીમાનો સચિન સાથે નેપાળમાં  લગ્ન કર્યાનો ખુલાસો - pakistani woman seema haider says she become hindu do  not want to go pakistan - I

સીમાના પાકિસ્તાની પતિનો પણ સામે આવ્યો મેસેજ 

સીમાનું કહેવું છે કે મારે ફરીવાર પાકિસ્તાન નથી જવું મારે ભારત જ રહેવું છે. જો મને ફરી પાકિસ્તાન મોકલી દેવામાં આવશે તો મને કાળાપાણીની સજા આપી દેવામાં આવશે, સાદી રીતના સમજીએ તો સીમાને મારી નાખવામાં આવશે. સીમાના કહ્યા મુજબ પાકિસ્તાનમાં આવી જ સિસ્ટમ ચાલે છે. લોકો ધર્મ પાસે પહેલા જાય છે પછી પોલીસ પાસે જાય છે. પોલીસ પણ ધર્મના મામલામાં કોઈ માથું નથી મારતી તેવું સીમાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. આ બધી વાત સીમાના પાકિસ્તાની પતિ હૈદરને ખબર પડી તો તેણે વીડિયો મેસેજ જાહેર કર્યો હતો.

પોલીસ તેમજ તપાસ એજન્સી કરી રહી છે તપાસ 

સીમા અને સચીનની વાત કરીએ તો ઘરે આવ્યા બાદ સીમાએ કહ્યું હતું કે કંઈ પણ થઈ જાય મારે પાકિસ્તાન નથી જવું હું ભારત જ રહીશ અને હું સચીન સાથે ખુશ છું. જો કે બીજી બાજુ પોલીસ અને તપાસ એજન્સીઓ પોતાની રીતે તપાસ શરૂ રાખવાની છે જો કંઈ આડા અવડું દેખાશે તો પોલીસ કાર્યવાહી કરશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કેસ આતંકવાદીઓના કેસની જેમ નહીં પણ સામાન્ય કેસની જેમ લડવામાં આવશે. 


પબજી રમતા રમતા બંને આવ્યા હતા સંપર્કમાં 

સચીન અને સીમા કેવી રીતે મળ્યા તે ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યુ હતું કારણ કે તે બંને વચ્ચે પબજી રમતા રમતા પ્રેમ થયો હતો. સૌથી પહેલા બંને પબજીમાં ફ્રેન્ડસ બન્યા પછી ધીમે ધીમે વીડિયો કોલિંગ પર વાતો થવા લાગી અને પછી બંનેએ નેપાળમાં મળવાનો પ્લાન બનાવ્યો. બંને કાઠમાંડુની એક હોટલમાં સાથે રહ્યા હતા અને લગ્ન કરી લીધા. અને તે બાદ યોજના બનાવીને સીમા ભારત પહોંચી ગઈ હતી.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?