ભારે વરસાદને કારણે અનેક વખત બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં છત પરથી ઈંટ અથવા તો પ્લાસ્ટરના પોપડા ઉખડી જતા હોય છે. ત્યારે લખનઉમાં ભારે વરસાદને કારણે અનેક બિલ્ડીંગોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે એક ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારે વરસાદને કારણે નગર નિગમની ઓફિસમાં અચાનક છતની સિલિંગ પરથી પ્લાસ્ટર પડવા લાગ્યું. આ ઘટના જ્યારે બની ત્યારે ઓફિસમાં અનેક કર્મચારીઓ હાજર ન હતા. આ ઘટના બાદ કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ઓફિસમાં કામ કરી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
લખનઉમાં વરસ્યો હતો ભારે વરસાદ
સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થતા હોય છે જે અજીબો ગરીબ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઓફિસમાં લોકો હેલ્મેટ પહેરીને કામ કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. બિલ્ડીંગ પડી જવાને કારણે અથવા તો ઘર ધરાશાયી થવાને કારણે લોકો કાટમાળ નીચે દટાઈ જાય છે અને અનેક લોકો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. ત્યારે લખનઉમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોની છત, બિલ્ડીંગોની છતને નુકસાન થયું છે.
ઓફિસમાં હેલ્મેટ પહેરીને લોકો કરી રહ્યા હતા કામ
એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં છત પરથી ઉખડતા પોપડા તેમજ ઈંટોથી રક્ષણ મેળવવા માટે ઓફિસના કર્મચારીઓ હેલ્મેટ પહેરી કામ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના અલીગંજના કપૂરથલા વિસ્તારમાં સ્થિત લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગનો છે. બિલ્ડિંગ 40 વર્ષ જૂની છે તેવી માહિતી સામે આવી છે. 22 ઓગસ્ટના રોજ ભારે વરસાદ વરસ્યો હતો.
અનેક રજૂઆતો છતાંય ન સંભળાઈ ફરિયાદ
ભારે વરસાદને કારણે પહેલા સિલિંગ પરથી પાણી ટપકવાની શરૂઆત થઈ. પાણી બાદ છત ઉપરથી પ્લાસ્ટર પડી ગયું. અને તેની સાથે ઈંટો પણ પડી રહી હતી. ઈંટો પડવાને કારણે ઓફિસની ટાઈલ્સ પણ તૂટી પડી હતી. ઘટનાની જાણ થતાં નગર નિગમના અધિકારી અને ઈંજિનિયર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અનેક વખત આ મામલે રજૂઆત પણ કરવામાં આવી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ફરિયાદ કરાઈ છતાંય કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.