જૂનાગઢના ડેમમાં ફેંકાયો દવાઓ, વેક્સિન અને સિરપનો આટલો મોટો જથ્થો! સમગ્ર પ્રકરણ સામે આવતા શરૂ કરાઈ તપાસ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-27 16:20:18

રાજ્યના લોકોને સારી મેડિકલ ફેસિલીટિ મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દવાઓ, ઈન્જેક્શનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સ્ટોક કરવામાં આવતો હોય છે. પરંતુ જૂનાગઢ જિલ્લાના ભાલચેડા ડેમમાંથી દવાઓ તેમજ વેક્સિન તેમજ સિરપની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે કયા કારણોસર દવાઓનો આટલો મોટો જથ્થો પાણીમાં ફેંકી દેવામાં આવ્યો તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દવાઓનો જથ્થો કેટલા સમય પહેલા ફેંકવામાં આવ્યો અને કેમ ફેંકવામાં આવ્યો તે અંગે તપાસ થાય તેવી માગ છે.


 

ડેમમાંથી મળી આવ્યો દવાનો જથ્થો!    

આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે. દર્દીઓને દવા માટે અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે માણાવદર-જૂનાગઢ હાઈવે પર આવેલા ડેમમાંથી મોટા પ્રમાણમાં દવાઓ,વેક્સિન, બાટલા અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આટલી બધી દવાઓ શા માટે પાણીમાં પધરાવામાં આવી તે અંગે તપાસ કરવા માગ ઉઠી છે. એક તરફ દર્દીઓને દવાઓ નથી મળી રહી અને બીજી તરફ આટલી બધી દવાઓનો જથ્થો મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 5 હજારથી વધુ ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. 


આટલી બધી દવાઓ ડેમમાં કેમ ફેંકવામાં આવી?

આ મામલે જ્યારે જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી ત્યારે તેમણે તપાસ કરાવા અંગનું આશ્વાસન આપ્યું હતું. આ મામલે તપાસ કરાવામાં આવશે. બેચ નંબરના આધારે આ દવાઓની તપાસ થાય તો સાચી હકીકત સામે આવી શકે. મહત્વનું છે કે કોરોના સમયે દવા માટે લોકોને લાચાર બનતા જોયા છે. આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગી થયા વગર કેમ નાખી દેવામાં આવ્યો તે અંગે આરોગ્ય તંત્રને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીએ આ મામલે કહ્યું કે સ્થળ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...