આવી નિષ્ઠુર માતા ક્યાંય નહીં જોઈ હોય! Rajkotના ઉપલેટામાં માતાએ 9 મહિનાની બાળકીને પીવડાવ્યું એસિડ, પોતે પીધું અને પછી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-29 14:45:18

કહેવાય છે કે પુત્ર કુપુત્ર થઈ શકે છે પરંતુ માતા કુમાતા નથી થતી. માતા સાથે બાળકનો સંબંધ 9 મહિનાનો વધારે હોય છે. બાળકને કષ્ટ પડે તો માતાનું દિલ કંપી ઉઠે છે. આજે માતા અને બાળકના સંબંધની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઉપલેટાથી એક કિસ્સો સામે આવ્યો છે જે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. ભીમોરા ગામમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવ્યા બાદ માતાએ પણ પોતે એસિડ ગગટાવ્યું. માતાનું મોત થઈ ગયું પરંતુ માસુમ બાળકી જીવન અને મોત વચ્ચે ઝુલી રહી છે.   


જિંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યું છે માસુમ બાળક!

ઉપલેટીના ભીમોરા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાએ પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવી માતાએ પણ એસિડ પી લીધું છે. સારવાર દરમિયાન માતાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. 9 મહિનાની બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહી છે. મળતી માહિતી અનુસાર બાળકી સારવાર હેઠળ છે. બાળકીના પિતાએ મરનાર પત્ની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તેવી માહિતી સામે આવી છે. કયા કારણોસર પત્નીએ આ પગલું ભર્યું તે અકબંધ છે. 


પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી!

આ ઘટનાને લઈ જે માહિતી સામે આવી છે કે ઉપલેટાના ભીમોરા ગામમાં રહેતા મનીષાબેન મકવાણા ગઈકાલ બપોરે એકલા હતા. તે વખતે પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું અને તે બાદ એસિડ પોતે ગગટાવ્યું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે બાળકીના પિતા કામ પર ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. માસુમ પુત્રીની હત્યાના પ્રયાસ કરવા બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. કયા કારણોસર આ પગલું માતાએ ભર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.           



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?