રવિવાર સવારે કેરળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક કન્વેન્શન સેન્ટરમાં અચાનક સવારે 9.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. તપાસ એજન્સી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી છે. એનઆઈએની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેનું કારણ શોધાઈ રહ્યું છે. એક તરફ આ મામલે તપાસ ચાલી રહી હતી તો બીજી તરફ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં ડોમેનિક માર્ટિન નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં કહ્યું કે આ ધડાકો મેં જ કર્યો છે. ધમાકા બાદ અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ મામલે તપાસ કરવા કરાઈ એસઆઈટીની રચના
કેરળના અર્નાકુલમાં રવિવાર સવારે એક કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. એવી માહિતી સામે આવી હતી કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ઘટના બાદ તપાસ એજન્સી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનાને લઈ કેરળના ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે. ડીજીપી શેખ દરવેશે આ મામલે નિવેદન આપતા કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર ધડાકો કરવામાં આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બ્લાસ્ટ શા માટે કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે.
#WATCH | Security tightened in crowded places in Delhi, after blast in the convention centre, in Kalamassery, Kerala.
— ANI (@ANI) October 29, 2023
(Visuals from Chandni Chowk area) pic.twitter.com/mlCP0H424q
એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ કર્યું આત્મસમર્પણ
એક તરફ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે.ડીજીપીએ કહ્યું કે એક વ્યક્તિએ ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. એ વ્યક્તિએ દાવો કર્યો છે કે આ ધડાકો તેણે કર્યો છે. જે વ્યક્તિએ આ ધમાકાની જવાબદારી લીધી છે તેનું નામ ડોમિનિક મોર્ટિન છે. તે સભાના એક સમુહમાં હતો. આ બાદ આ મામલે દરેક એંગલથી આની પર તપાસ કરવામાં આવશે.